For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મધ્ય ગુજરાતના 6 જિલ્લાની 36 બેઠકો ઉપર 1.67 કરોડ મતદારો નોંધાયા!

આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણીને લઇને વડોદરા ખાતે કેન્દ્રીય ચૂંટણી પંચના નાયબ કમિશનર હ્રિદેશ કુમાર અને મુખ્ય ચૂંટણી અધિકારી પી.ભારતીએ મધ્ય ગુજરાતના છ જિલ્લાની ચૂંટણીલક્ષી તૈયારીઓની સમીક્ષા કરી હતી.

By Desk
|
Google Oneindia Gujarati News

આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણીને લઇને વડોદરા ખાતે કેન્દ્રીય ચૂંટણી પંચના નાયબ કમિશનર હ્રિદેશ કુમાર અને મુખ્ય ચૂંટણી અધિકારી પી.ભારતીએ મધ્ય ગુજરાતના છ જિલ્લાની ચૂંટણીલક્ષી તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ છ જિલ્લાના કલેક્ટરો અને જિલ્લા પોલીસ અધિક્ષકો દ્વારા તેમના જિલ્લામાં કરવામાં આવેલી તૈયારીઓનું વિસ્તૃત પ્રેઝેન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. વડોદરા ઉપરાંત મધ્ય ગુજરાતના આણંદ, ભરૂચ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર જિલ્લાની સમિક્ષા કરવામાં આવી હતી. આ છ જિલ્લાઓમાં કુલ ૧.૬૭ કરોડ મતદારો નોંધાયેલા છે, જે આગામી વિધાનસભા ચૂંટણીમાં મતદાન કરશે.

election

ચૂંટણી પંચના નાયબ કમિશનર હ્રિદેશ કુમારે મતદાર શિક્ષણ માટે સ્વીપ એક્ટિવિટી, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, સ્ટાફ મેનેજમેન્ટ, લોજીસ્ટિક મેનેજમેન્ટ સહિતની બાબતો ઉપર મહત્વપૂર્ણ માર્ગદર્શન આપી તૈયારીઓની ઉચ્ચ સ્તરીય સમીક્ષા કરી હતી.

વડોદરા શહેર અને જિલ્લામાં કુલ ૧૦ બેઠકો ઉપર કુલ ૨૬.૦૨ લાખ મતદારો નોંધાયા છે. તે પૈકી દિવ્યાંગ મતદારોની સંખ્યા ૨૬૦૮૪ છે. જિલ્લામાં કુલ ૨૫૮૯ મતદાન મથકો છે. વિશેષ અભિયાનના ભાગ રૂપે મહિલા સંચાલિત ૭૦ મતદાન મથકો, દિવ્યાંગ કર્મયોગીઓ સંચાલિત ૧૦ અને ૧૦ આદર્શ મતદાન મથકો બનાવવામાં આવશે.

English summary
1.67 crore voters registered on 36 seats of 6 districts of Central Gujarat!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X