
ગુજરાત: વડોદરાની નાઇટ્રેટ કંપનીમાં બ્લાસ્ટ બાદ લાગી ભીષણ આગ, 10 લોકો ઘાયલ
ગુજરાતના વડોદરા જિલ્લાના નંદેસરી વિસ્તારમાં આવેલી દીપક નાઈટ્રેટ નામની કંપનીમાં ગુરુવારે બપોરે બ્લાસ્ટ થતાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ફાયર બ્રિગેડના કર્મચારીના જણાવ્યા અનુસાર, બ્લાસ્ટ બોઈલરમાં થયો હતો. આ પછી આગ આખા પ્લાન્ટમાં ફેલાઈ ગઈ અને તેના કારણે વધુ બે બોઈલર ફાટ્યા. એક પછી એક આઠ વિસ્ફોટો સંભળાયા. આ અકસ્માતમાં 10 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. સાથે જ ફાયર બ્રિગેડની 15 ગાડીઓ આગ ઓલવવામાં લાગેલી છે.
વડોદરા જિલ્લાના નંદેસરી વિસ્તારમાં આવેલી દીપક નાઈટ્રેટ નામની કંપનીના બોઈલરમાં ગુરુવારે બપોરે જોરદાર વિસ્ફોટ થયો હતો. જેના કારણે વધુ બે બોઈલર ફાટ્યા હતા. એક પછી એક આઠ વિસ્ફોટો સંભળાયા. જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. આ પછી અહીં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં 10થી વધુ કર્મચારીઓ ઘાયલ થયા હોવાનું કહેવાય છે. બચાવ કાર્ય માટે ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટનાસ્થળે હાજર છે.
આગ પર કાબુ મેળવવાના પ્રયાસો ચાલુ છે. આગ પર કાબુ મેળવવા માટે ફાયર બ્રિગેડની 15 ગાડીઓ તૈનાત કરવામાં આવી છે. અકસ્માતના પગલે વડોદરા હાઇવે બંધ કરી દેવામાં આવ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે તેનો અવાજ 10 કિમી દૂર સુધી સંભળાયો હતો. હાલ ફેક્ટરીના બહારના ભાગમાં લાગેલી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. પ્લાન્ટની અંદરના ઘણા ભાગોમાં હજુ પણ આગ ભભૂકી રહી છે.