For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કરજણ નદીમાં સૌર ઊર્જા આધારિત ફ્લોટિંગ સેટઅપથી ઘરે-ઘરે પહોંચાડ્યું નલ સે જલ

છેલ્લા કેટલાંક મહિનાઓમાં ગુજરાતનો પાણી પુરવઠા વિભાગ નલ સે જલ અભિયાન હેઠળ રાજ્યમાં અનેક મોટા પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવાને લઇને ચર્ચામાં રહ્યો છે.

By Desk
|
Google Oneindia Gujarati News

છેલ્લા કેટલાંક મહિનાઓમાં ગુજરાતનો પાણી પુરવઠા વિભાગ નલ સે જલ અભિયાન હેઠળ રાજ્યમાં અનેક મોટા પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવાને લઇને ચર્ચામાં રહ્યો છે. ત્યારે, નર્મદા જિલ્લાના સાદા ગામમાં 24 કલાક પાણીની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. અત્યાર સુધીમાં ગુજરાત 97 ટકા નલ સે જલ જાહેર થઈ ચૂક્યું છેત ત્યારે આ સપ્ટેમ્બરમાં રાજ્યને 100 ટકા નળ સે જળ જાહેર કરવામાં આવનાર છે.

drinking water

નર્મદા જિલ્લામાં ડેડિયાપાડા તાલુકાના સાદા ગામની ભૌગોલિક રચના એવા પ્રકારની છે કે ત્યાં ન તો પાકા રસ્તાઓ બનાવવાની વ્યવસ્થા સંભવ છે અને ન તો ત્યાં વીજળી પહોંચાડવાની વ્યવસ્થા શક્ય છે. કરજણ નદીના કિનારે વસેલા આ ગામમાં હોડી મારફતે જ આવ-જા કરી શકાય છે. આ ગામમાં લગભગ 45 પરિવારો રહે છે અને અહીંની કુલ વસ્તી લગભગ 250 છે. અહીંયા રહેતા ગામલોકોના ઘરો પણ એકબીજાથી ઘણા દૂર રહેલા છે. આ પરિસ્થિતિમાં આ ગામના લોકો સુધી 24 કલાક નળ વાટે પાણી પહોંચાડવાનું ગામ ગુજરાત સરકાર માટે ઘણું પડકારરૂપ કાર્ય હતું. આ ઉપરાંત, અંતરિયાળ વિસ્તાર હોવાને કારણે રાજ્ય સરકારની રિજિયોનલ વોટર સપ્લાય સ્કીમને અહીંયા કાર્યરત કરવી પણ શક્ય ન હતું.

આ સિવાય અન્ય એક બાબત એ હતી કે કરજણ નદીના પાણીની ટર્બિડિટી 30થી વધુ હોવાને કારણે અહીંના લોકો દૈનિક જરૂરિયાતો માટે આ નદીના પાણીનો સીધો ઉપયોગ કરી શકે એમ નહોતા. આ સમસ્યાના ઉકેલરૂપે અહીંના લોકો નદીથી થોડે દૂર એક નાનો ખાડો ખોદતા હતા, જેનાથી નદીનું પાણી કુદરતી રીતે ખાડામાં પડે છે અને ત્યારબાદ ગામલોકો એ પાણીનો ઉપયોગ કરતા હતા. આ બધા પડકારોને પહોંચી વળવા માટે WASMO એ ફ્લોટિંગ પ્લેટફોર્મ સેટઅપનું નિર્માણ કર્યું, જેના કારણે હવે આ ગામમાં 24 કલાક પીવાના પાણીની વ્યવસ્થા સંભવ થઈ શકી છે.

English summary
A solar powered floating setup in the Karajan river delivered water to homes!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X