બરોડા ડેરીની ચૂંટણીનું જાહેરનામું, 18 માર્ચે મતદાન, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
વડોદરાની બરોડા ડેરીની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવેલી વિગતો અનુસાર, આગામી 18 માર્ચના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
ચૂંટણીના જાહેર થયેલા કાર્યક્રમ મુજબ, 21 ફેબ્રુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી ઉમેદવારી પત્રો મેળવી શકાશે. ઉમેદવારોએ પોતાના ફોર્મ 26 ફેબ્રુઆરી સુધીમાં ભરીને જમા કરાવવાના રહેશે, જે અંતિમ તારીખ છે.

ભરાયેલા ઉમેદવારી પત્રોની ચકાસણી 28 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવશે. ત્યારબાદ, ચૂંટણી લડવા માટે લાયક ઠરેલા ઉમેદવારોની પ્રાથમિક યાદી 2 માર્ચના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે તેવી જાહેરાત થઈ છે.
જો કોઈ ઉમેદવાર પોતાનું નામ પરત ખેંચવા માંગતા હોય, તો તેઓ 3 થી 7 માર્ચ સુધી ફોર્મ પાછું ખેંચી શકશે. હરીફ ઉમેદવારોની આખરી અને અંતિમ યાદી 9 માર્ચના રોજ જાહેર કરવામાં આવશે.
ચૂંટણી માટેનું મતદાન 18 માર્ચના રોજ સવારે 9:00 થી બપોરે 3:00 વાગ્યા સુધી ચાલશે. મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, તે જ દિવસે સાંજે 4:00 વાગ્યાથી મતગણતરીની શરૂઆત કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
