વડોદરાની કેન્ટોન લેબોરેટરીઝ કંપનીમાં બોઈલર ફાટતા એક કામદારનુ મોત, 14 ઘાયલ

વડોદરાના વડસર બ્રિજ પાસે આવેલી કંપનીમાં બોઈલરલ ફાટવાની ઘટના સામે આવી છે.

વડોદરાઃ વડોદરાના વડસર બ્રિજ પાસે આવેલી કંપનીમાં બોઈલરલ ફાટવાની ઘટના સામે આવી છે. બોઈલર ફાટતા કંપનીમાં કામ કરતા 14 જેટલા કર્મચારીઓ ઘાયલ થઈ ગયા છે અને એક કામદારનુ મોત થઈ ગયુ છે. તમને જણાવી દઈએ કે વડોદરાના વડસર બ્રિજ પાસે આવેલી કેન્ટોન લેબોરેટરીઝ કંપનીમાં આજે સવારે પોણા નવ વાગ્યા આસપા બોઈલર ફાટવાની ઘટના બની છે. બોઈલર ફાટતા કંપનીમાં કરતા અનેક કર્મચારીઓ દાઝી ગયા છે.

gidc

ઘટના બાદ તાત્લાલિક પોલિસ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તમામ કર્મચારીઓને એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ દૂર્ઘટનામાં એક કર્મચારીનુ મોત નીપજ્યુ છે જ્યારે 14 કર્મચારીઓ ઘાયલ થયા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બ્લાસ્ટની ઘટનામાં નાના બાળકો પણ દાઝી ગયા છે. બ્લાસ્ટ એટલો તીવ્ર હતો કે આસપાસની દીવાલ પણ ધરાશાયી થઈ ગઈ છે. દિવાલો તૂટી પડતા નજીકના ઘરોનો સામાન પણ વેરવિખેર થઈ ગયો હતો.

નોંધનીય છે કે કેન્ટોન લેબોરેટરીઝ કંપની પરિસરમાં કામદારોના રહેવા માટે વસાહત બનાવવામાં આવી હતી. વસાહત પાસે જ બોઈલર ફાટ્યુ હતુ. જેમાં કામદારોના નાના બાળકો સહિત રિવારજનો પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે આસપાસના ઉદ્યોગો હચમચી ઉઠ્યા હતા અને દોઢ કિલોમીટર સુધી બિલ્ડિંગોના કાચ તૂટ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X