For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વડોદરા નેશનલ હાઈવે પર ભીષણ અકસ્માત, 11ના મોત, CM રૂપાણીએ વ્યક્ત કર્યુ દુઃખ

ગુજરાતમાં આજે સવારે ભીષણ અકસ્માત સર્જાઈ ગયો.

|
Google Oneindia Gujarati News

વડોદરાઃ ગુજરાતમાં આજે સવારે ભીષણ અકસ્માત સર્જાઈ ગયો. અમદાવાદ તરફ જતા નેશનલ હાઈવે સ્થિત વાઘોડિયા ચોકરી બ્રીજ પર એક ડમ્પર અને આઈશર ટ્રક વચ્ચે ભયંકર ટક્કર થઈ. જેમાં બંને વાહનો શ્રતિગ્રસ્ત થઈ ગયા અને 5 મહિલાઓ સહિત 11 લોકોના જીવ જતા રહ્યા. લગભગ 15 લોકો આ અકસ્માતમાં ઘવાયા. ઘટના સ્થળે લોકોની ચીસાચીસ સંભળાઈ રહી હતી. સૂચના મળતા જ પોલિસ તેમજ પ્રશાસનની ટીમો પહોંચી અને રાહત તેમજ બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યુ.

accident

દૂર્ઘટના માટે સીએમ વિજય રૂપાણીએ દુઃખ વ્યક્ત કર્યુ અને ટ્વિટ કરીને કહ્યુ કે, 'આજે વડોદરા પાસે જે માર્ગ અકસ્માત થવાથી જે જાનમાલનુ નુકશાન થયુ છે તેનાથી દુઃખી છુ. અધિકારીઓને જરૂરી કામ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા. જે લોકો ઘાયલ થયા છે તે જલ્દી ઠીક થઈ જાય એ કામના છે. હું મૃતકો માટે પણ પ્રાર્થના કરુ છુ.'

માહિતી અનુસાર વાઘોડિયા ચોકડી બ્રીજ પર થયેલ આ અકસ્માત એટલો ભીષણ હતો કે બંને વાહનોમાં સવાર લોકોને પોતાની જગ્યાએથી હલવાનો મોકો પણ ન મળ્યો. દૂર્ઘટના બાદ ત્યાં સ્થાનિક લોકો ભેગા થઈ ગયા અને પોલિસ તેમજ ફાયર ડિપાર્ટમેન્ટને સૂચના આપવામાં આવી. ફાયર ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ દ્વારા આઈશર ટ્રક તેમજ ડમ્પરમાં ફસાયેલી લાશોને ક્રેનથી બહાર કાઢવામાં આવી. જેમાં 5 મહિલા, 3 પુરુષ અને એક બાળક સહિત 9 લોકોના મૃતદેહ મળ્યા. બાકી અંદર ફસાયેલા લોકોને બહાર કાઢીને સયાજીગંજ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. જો કે આમાંથી ઘણાની સ્થિતિ નાજુક હોવાના કારણે મોતનો આંકડો વધવાની સંભાવના છે.

Chhath Puja: 'છઠ પૂજા' માટે રેલવેએ કર્યુ વિશેષ ટ્રેનોનુ એલાનChhath Puja: 'છઠ પૂજા' માટે રેલવેએ કર્યુ વિશેષ ટ્રેનોનુ એલાન

English summary
Gujarat: Accident on national highway, 9 dead, many injured.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X