For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત નગર નિગમ ચૂંટણી પ્રચાર દરમિયાન ભીડાયા ભાજપ અને કોંગ્રેસ કાર્યકર્તા, લાઠીઓ વરસી

ગુજરાતમાં નગર નિગમની ચૂંટણી દરમિયાન શુક્રવારે ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ પરસ્પર ભીડાઈ ગયા.

|
Google Oneindia Gujarati News

વડોદરાઃ ગુજરાતમાં નગર નિગમની ચૂંટણી દરમિયાન શુક્રવારે ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ પરસ્પર ભીડાઈ ગયા. વડોદરાના સોમા તળાવ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના કાર્યકર્તાઓમાં જોરદાર મારપીટ થઈ. પોલિસની હાજરીમાં જ ડંડાવાળી થઈ. બંને પક્ષો વચ્ચે પહેલા બોલાચાલી થઈ જે પછીથી ધક્કા-મુક્કી અને મારપીટમાં બદલાઈ ગઈ. ત્યારબાદ કાર્યકર્તાઓએ જે ડંડા પર ઝંડા લગાવ્યા હતા તેને જ એકબીજા પર વરસાવ્યા. ત્યારબાદ પોલિસે સ્થિતિને કાબુમાં લીધી.

gujarat election

વડોદરા નગર નિગમની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર જંગ છે. ભાજપે અહીં બધી સીટો જીતવાનો નારો આપ્યો છે. વળી, કોંગ્રેસે 'બનો કોંગ્રેસના સપોર્ટર અને ચૂંટો કામના કૉર્પોરેટર'ની થીમ આપી છે. બંને પાર્ટી ચૂંટણીમાં જોર લગાવી રહી છે.

ગુજરાતમાં નગર નિગમ ચૂંટણી માટે પ્રચારનો કાલે શુક્રવારે(19 ફેબ્રુઆરી) છેલ્લો દિવસ હતો. એવામાં બંને મુખ્ય દળો ભાજપ અને કોંગ્રેસે પોતાની તાકાત લગાવી દીધી હતી. ગુજરાતમાં 21 ને 28 ફેબ્રુઆરીએ નગર નિગમની ચૂંટણી થવાની છે. 21 ફેબ્રુઆરીએ યોજાનાર મતદાનની ગણતરી 23 ફેબ્રુઆરી અને 28 ફેબ્રુઆરીની મતગણતરી 1 માર્ચે થવાની છે.

Weather: દિલ્લીમાં સવારે ધૂમ્મસ, આ રાજ્યોમાં વરસાદનુ એલર્ટWeather: દિલ્લીમાં સવારે ધૂમ્મસ, આ રાજ્યોમાં વરસાદનુ એલર્ટ

English summary
Gujarat Local Body Election: BJP and Congress workers clashed in Soma Talav Vadodara during campaigning.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X