For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વડોદરાના સાવલીમાં તાલુકા પંચાયત કચેરીનું લોકાર્પણ કરાયુ!

વડોદરા જિલ્લાના સાવલી ખાતે ૨.૪૭ કરોડના ખર્ચે નિર્માણ થયેલ અદ્યતન તાલુકા પંચાયત કચેરીનું સી.આર. પાટીલ અને પંચાયત રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજાની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરાયું હતું.

By Desk
|
Google Oneindia Gujarati News

વડોદરા જિલ્લાના સાવલી ખાતે ૨.૪૭ કરોડના ખર્ચે નિર્માણ થયેલ અદ્યતન તાલુકા પંચાયત કચેરીનું સી.આર. પાટીલ અને પંચાયત રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજાની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરાયું હતું. આ દરમિયાન વડોદરાના સાંસદ રંજન ભટ્ટ, જિલ્લા પંચાયત પ્રમુખ અશોક પટેલ અને ધારાસભ્ય કેતન ઈનામદાર ઉપસ્થિત રહ્યા હતા.

Savli

લોકાર્પણ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે સાવલીમાં નિર્માણ થયેલ તાલુકા પંચાયત ભવન તાલુકાના પ્રજાજનોની સુવિધાઓ સહિત ગામડાઓના વિકાસનું કેન્દ્રબિંદુ બની રહેશે. રાજ્યમાં દરેક તાલુકા અને જિલ્લા મથકે નાગરિકોની સુવિધાઓ માટે અદ્યતન ભવનોનું નિર્માણ થઈ રહ્યું છે.

પ્રદેશ અધ્યક્ષ પાટીલે વધુમાં જણાવ્યું હતુ કે, ધારાસભ્ય કેતન ઈનામદારના હૈયે હમેશા સાવલી અને ડેસર તાલુકાના નાગરિકોનું હિત વસેલું છે. તેમના સક્રિય પ્રયાસોને કારણે વડોદરા ડેરી દ્વારા ગત વર્ષ અને ચાલુ વર્ષ દરમિયાન ૯૯ કરોડ જેટલી માતબર રકમ ભાવ ફેર તરીકે પશુપાલકોને ચુકવવામાં આવી છે. ગામડાઓમાં પશુપાલન વ્યવસાયને કારણે મહિલાઓ આર્થિક રીતે પગભર બની છે તેમ તેમણે ઉમેર્યું હતું.

પંચાયત રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું કે રાજ્યમાં ઈ - ગ્રામ યોજના હેઠળ ૨૪૮ તાલુકા પંચાયત અને ૧૪ હજાર ગામડાઓને આવરી લેવામાં આવ્યા છે જેને પરિણામે ગામડાઓમાં પ્રજાજનોને ગામમાં જ સરકારી યોજનાઓના લાભો મળી રહ્યા છે. નવીન તાલુકા પંચાયત કચેરી દ્વારા સાવલી તાલુકાના પ્રજાજનોને સુશાસનની અનુભૂતિ કરાવશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો, અગ્રણીઓ, કલેકટર અતુલ ગોર, જિલ્લા વિકાસ અધિકારી સહિત અધિકારીઓ ને પદાધિકારી તેમજ વિશાળ સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

English summary
Taluka Panchayat office inaugurated in Savli, Vadodara!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X