For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વડોદરાના નારી સંરક્ષણ ગૃહમાંથી ત્રણ મહિલા કેદીઓ ભાગી, તપાસ શરુ

મંગળવારે વહેલી સવારે નિઝામપુરા સ્થિત નારી સંરક્ષણ ગૃહમાંથી ભાગી ગયેલી ત્રણ મહિલા કેદીઓની શોધ વડોદરા પોલિસે શરૂ કરી છે.

|
Google Oneindia Gujarati News

વડોદરાઃ મંગળવારે વહેલી સવારે નિઝામપુરા સ્થિત નારી સંરક્ષણ ગૃહમાંથી ભાગી ગયેલી ત્રણ મહિલા કેદીઓની શોધ વડોદરા પોલિસે શરૂ કરી છે. ત્રણમાંથી બે મહિલાઓ બાંગ્લાદેશી મૂળની હોવાનુ કહેવામાં આવી રહ્યુ છે. જેઓ ગયા અઠવાડિયે વડોદરા સ્ટેશન પર ટ્રેનમાં એકલી નકલી આધાર કાર્ડ સાથે ઝડપાઈ હતી. પોલિસના જણાવ્યા અનુસાર અમદાવાદ પોલિસે 11 માર્ચના રોજ હાવડા-અમદાવાદ એક્સપ્રેસમાંથી ત્રણેયની અટકાયત કર્યા બાદ તેમના સુધાર ગૃહમાં મોકલવામાં આવી હતી.

guj police

મહિલાનો કબજો વડોદરા રેલવે પોલિસના મિસિંગ પર્સન સેલને સોંપવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન પોલિસને તેમની પાસેથી ત્રણ નકલી સિમ કાર્ડ, છ મોબાઈલ ફોન, રોકડ અને એટીએમ કાર્ડ મળી આવ્યા હતા. નકલી આધાર કાર્ડ ભરુચ જિલ્લાના સરનામા પર નોંધાયેલા હતા. નારી ગૃહમાંથી તેમના ભાગી જવાના સીસીટીવી ફૂટેજ બતાવે છે કે મંગળવારે સવારે 2.45 વાગ્યાની આસપાસ તેમણે પોટ્સ અને છોડ રાખવા માટેના મેટલ રેક પર પ્લાસ્ટિકનુ ડ્રમ મુક્યુ હતુ અને સિક્યોરિટી ગાર્ડને હડધૂત કરીને દિવાલ પર કૂદી ગયા હતા.

પોલિસ કંટ્રોલ રૂમને વહેલી સવારે ફોન આવતા વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ત્રણેયને શોધવા માટે ટીમો મોકલી હતી. મદદનીશ પોલિસ કમિશ્નર ડી. એસ. ચૌહાણે કહ્યુ, 'અમે તેમને પકડવા માટે ટીમો મોકલી છે. ત્રણ મહિલાઓમાંથી બે બાંગ્લાદેશી છે. રેલવે પોલિસ દ્વારા તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો અને અમે તેમને પકડીને નારી ગૃહને સોંપીશુ.'

English summary
Three women prisoners escape from Vadodara nari gruh, investigation begins
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X