For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

11 ફૂટ લાંબો વિશાળકાય મગર નિર્માણ-સ્થળના દલદલમાં આવી ફસાયો, ટીમે આ રીતે કર્યો રેસ્ક્યુ

ગુજરાતમાં વડોદરામાં એક કંસ્ટ્રક્શન સાઈટના દલદલમાં એક મગર આવીને ઘૂસી ગયો.

|
Google Oneindia Gujarati News

વડોદરાઃ ગુજરાતમાં વડોદરામાં એક કંસ્ટ્રક્શન સાઈટના દલદલમાં એક મગર આવીને ઘૂસી ગયો. કર્મચારીએ તેને જોયો તો ત્યાં લોકો ભેગા થવા લાગ્યા. મગરને રેસ્ક્યુ કરવા માટે વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટને સૂચના આપવામાં આવી. જેના થોડા સમય બાદ વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્ર્સ્ટની ટીમ ઘટના સ્થળે પહોંચી. ટીમે મગરને કાઢ્યો. ત્યારબાદ તેને એક પિંજરામાં રાખ્યો જ્યાંથી વન વિભાગને સોંપી દેવામાં આવ્યો.

10-12 ફૂટ લાંબો હતો મગર

10-12 ફૂટ લાંબો હતો મગર

મગરને રેસ્ક્યુ કરવાનુ ઑપરેશન વિશે જણાવતા વાઈલ્ડલાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રમુખ અરવિંદ પવારે જણાવ્યુ કે તે મગર લગભગ 10-11 ફૂટ લાંબો હતો કે જે એક કંસ્ટ્રક્શન સાઈટના દલદલમાં જોવા મળ્યો હતો. અરવિંદ પવાર બોલ્યા કે - અમને એક બિલ્ડરનો ફોન આવ્યો હતો કે તેમના નિર્માણ સ્થળ પર એક મગર જોવા મળ્યો છે. ત્યારે અમારી ટીમ ત્યાં પહોંચી. અમે તેને ત્યાંથી કાઢ્યો. પછી તેને વન વિભાગને સોંપી દીધો.

કેલનપુર એરિયાની ઘટના

કેલનપુર એરિયાની ઘટના

મગરના બચાવ કાર્યની ફોટા ન્યૂઝ એજન્સીએ શેર કર્યા છે. જેમાં એ મગરને જોઈ શકાય છે. વાઈલ્ડલાઈફ રેસ્ક્યુ ટ્ર્સ્ટ(એસઆઈસી)ના અધ્યક્ષનુ કહેવુ છે કે વડોદરામાં મગર આ રીતે દેખાતા રહે છે. અહીં મગરોની સંખ્યા ઘણી વધુ છે. તેમણે કહ્યુ કે - ઉપરોક્ત મગર વડોદરા જિલ્લામાં કેલનપુર વિસ્તારમાં કંસ્ટ્રક્શન સાઈટથી રેસ્ક્યુ કરવામાં આવ્યો.

અહીં મળે છે વિશાળકાય મગર

અહીં મળે છે વિશાળકાય મગર

વડોદરા શહેરની વચ્ચે વિશ્વામિત્રી નદી મગરો માટે જાણીતી છે. અહીં 10-11 ફૂટ સુધી લાંબો મગરો મળી આવે છે. 2019ના ભારે વરસાદ દરમિયાન જ્યારે શહેરમાં પાણી ભરાઈ ગયા ત્યારે વિશ્વામિત્રી નદીમાંથી મોટી સંખ્યામાં મગરો રહેણાંક વિસ્તારમાં આવી ગયા હતા. પછી તેમને રેસ્ક્યુ કરીને પકડવામાં આવ્યા અને પાછા વિશ્વામિત્રીમાં છોડી મૂક્યા. આવુ લગભગ દર વર્ષે થાય છે.

પીએમ મોદીએ લગાવી કોરોના રસી, જાણો શિવસેનાએ શું કહ્યુપીએમ મોદીએ લગાવી કોરોના રસી, જાણો શિવસેનાએ શું કહ્યુ

English summary
Vadodara: 11-feet long crocodile rescued from a construction site.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X