For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વડોદરા: MS યુનિવર્સિટીના નવા ચાન્સેલર તરીકે વિજય કુમાર શ્રીવાસ્તવની નિમણુંક

વડોદરાની MS યુનિવર્સિટીના નવા વાઇસ ચાન્સેલર પદે વિજયકુમાર શ્રીવાસ્તવની નિમણૂંક કરવામાં આવી છે. વડોદરા શહેરની પ્રતિષ્ઠિત MS યુનિવર્સિટીમાં આજે વાઇસ ચાન્સેલર પદે પરિમલ વ્યાસનો અંતિમ દિવસ હતો. તેઓ સાંજે 6 વાગ્યે આ પદેથી નિવ

|
Google Oneindia Gujarati News

વડોદરાની MS યુનિવર્સિટીના નવા વાઇસ ચાન્સેલર પદે વિજયકુમાર શ્રીવાસ્તવની નિમણૂંક કરવામાં આવી છે. વડોદરા શહેરની પ્રતિષ્ઠિત MS યુનિવર્સિટીમાં આજે વાઇસ ચાન્સેલર પદે પરિમલ વ્યાસનો અંતિમ દિવસ હતો. તેઓ સાંજે 6 વાગ્યે આ પદેથી નિવૃત થાય તેના બે કલાક પહેલા જ યુનિવર્સિટીના નવા વાઇસ ચાન્સેલર પદે વિજય કુમાર શ્રીવાસ્તવની નિમણૂંક કરી દેવામાં આવી છે. વિજયકુમાર ઇન્ડસ યુનિવર્સિટીના પ્રોફેસર છે. સરકારે વિજયકુમારને MS યુનિવર્સિટીના નવા વાઇસ ચાન્સેલર બનાવવા અંગે મંજૂરી આપી દીધી છે.

MSU

MS યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પદે બે ટર્મ પૂરી કરનાર પરિમલ વ્યાસનો કાર્યકાળ વિવાદાસ્પદ રહ્યો. જેમાં ખાસ કરીને તેમની નિવૃત્તિના 24 કલાક પહેલા જ ભરતી કૌભાંડ અંગે તેમને નોટિસ આપી જવાબ માંગવામાં આવ્યો. તો બીજી તરફ ફર્નિચર કૌભાંડમાં પણ બે દિવસ પહેલા તપાસ કરવામાં આવી.

વડોદરાના પ્રતિષ્ઠિત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી હાલ વિવિધ કૌભાંડ મામલે ચર્ચામાં છે. એક તરફ ફર્નિચર કૌભાંડ મામલે તપાસ ચાલી રહી છે તો બીજી તરફ ભરતી કૌભાંડ મામલે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પરિમલ વ્યાસને ગઇકાલે બુધવારે નોટિસ આપવામાં આવી હતી. સરકારે તેમને આજે ગુરૂવાર સુધીમાં જવાબ આપવા જણાવ્યું હતું. MS યુનિવર્સિટી હાલ કૌભાંડોના આક્ષેપોથી ઘેરાયેલી છે, ત્યારે નવા વાઇસ ચાન્સેલર વિજયકુમાર શ્રીવાસ્તવ માટે તે પડકાર સમાન બની રહેશે.

ઉલ્લેખનિય છે કે વડોદરામાં MS યુનિવર્સિટીની સિન્ડીકેટ સભામાં સભ્યો હંગામો કર્યો હતો. ભરતી કૌભાંડ મામલે ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે સભ્યોએ ચાલુ સભામાં હોબાળો કર્યો હતો. પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે MS યુનિવર્સિટી ભરતી કૌભાંડ મામલે જણાવ્યું હતું કે, કોઇપણ શૈક્ષણિક સંસ્થામાં પારદર્શકતા જરૂરી છે. તપાસ દરમિયાન ખોટું થયાનું જણાશે તો કોઈ પણ વ્યક્તિ હશે,તેની સામે પગલા લઇશું.

English summary
Vadodara: Appointment of Vijay Kumar Srivastava as the new Chancellor of MS University
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X