For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વડોદરાઃ કોરોના કાળમાં મ્યુકોરમાઈકોસીસ નામના ઘાતક રોગની દહેશત

કોરોના બાદ મ્યુકોર માઈકોસીસ નામનો રોગ લોકોમાં ભયનો માહોલ ઉભો કરી રહ્યો છે.

|
Google Oneindia Gujarati News

વડોદરાઃ કોરોના બાદ મ્યુકોર માઈકોસીસ નામનો રોગ લોકોમાં ભયનો માહોલ ઉભો કરી રહ્યો છે. વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા રાજપીપળાના વૃદ્ધાનુ કોરોનાની સારવાર દરમિયાન મ્યુકોર માઈકોસીસ થયા બાદ મોત નીપજ્યુ છે. મ્યુકોર માઈકોસીસ નામનો ઘાતક રોગ હવે માથુ ઉંચકી રહ્યો હોય એમ લાગી રહ્યુ છે. અમદાવાદમાં મ્યુકોર માઈકોસીસના કારણે આઠ જેટલા લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હોવાના અહેવાલો તાજેતરમાં પ્રાપ્ત થયા હતા. પરંતુ હવે વડોદરામાં પણ મ્યુકોર માઈકોસીસથી મોતનો કિસ્સો સામે આવ્યો છે.

corona

શહેરના દાંડિયા બજારમાં આવેલી સિદ્ધિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ડૉ. જયેશ રાજપરાએ જણાવ્યુ હતુ કે 10 દિવસ પહેલા મૂળ રાજપીપળાના વૃદ્ધ કોરોનાની સારવાર માટે તેમની હોસ્પિટલમાં આવ્યા હતા. તેમની કોરોનાની સારવાર ચાલી રહી હતી તે દરમિયાન ત્રણ દિવસ પહેલા તેમના નાકમાંથી લોહી નીકળવાનુ ચાલુ થઈ ગયુ હતુ. જેના કારણે તેમના રિપોર્ટ્સ કાઢવામાં આવ્યા હતા. બાયોપ્સી રિપોર્ટ પરથી વૃદ્ધાને મ્યુકોર માઈકોસીસ થયો હોવાનુ પ્રાથમિક તારણ સામે આવ્યુ હતુ. વૃદ્ધાનુ સારવાર દરમિયાન મોત નીપજ્યુ છે અને વધુમાં ડૉ.જયેશ રાજપરાએ ઉમેર્યુ હતુ કે વૃદ્ધામાં મ્યુકોર માઈકોસીસના ક્લીનિકલ લક્ષણો પણ જોવા મળ્યા હતા. જેને ધ્યાનમાં લઈને તેમના શરીરને એડવાન્સ ચેકિંગ માટે મોકલવામાં આવ્યુ છે જેનાથી સમગ્ર મામલે વધુ સ્પષ્ટતા થશે.

ડૉ. જયેશે જણાવ્યુ કે મારે ત્યાં એક 70 વર્ષના માજી દાખલ થયા હતા. તેમને વર્ષોથી ડાયાબિટીસ હતો. મારે ત્યાં કોરોના અને ડાયાબિટીસ માટે સારવાર લઈ રહ્યા હતા. તેમને 9માં દિવસે નાકમાંથી લોહી નીકળવાનુ ચાલુ થયુ. તેમના ગાલ પરના સેન્સેશન ઓછા થઈ ગયા. તેમના તાળવાનો ભાગ કાળો થઈ ગયો હતો. તેમનુ નાક પણ આખુ બ્લૉક થઈ ગયુ હતુ. બાયોપ્સી પરથી જાણવા મળ્યુ કે દર્દીને મ્યુકોર માઈકોસીસ છે. કોરોનાના સમયમાં આ એક નવો રોગ જાણવા મળ્યો છે. મ્યુકોર માઈકોસીસ એક પ્રકારનુ ફંગસ છે જે સામાન્ય રીતે કોઈ દર્દીમાં થતુ નથી હોતુ પરંતુ જે દર્દીની રોગપ્રતિકારક શક્તિ ઓછી થઈ ગઈ હોય તેમજ ડાયાબિટીસ, કેન્સર, એચઆઈવીના દર્દી અને લાંબા સમયથી સ્ટીરૉઈડ્ઝ લેતા હોય તેવા દર્દીઓમાં આ રોગની ચપેટમાં આવી શકે છે.

મુંબઈઃ પાર્ટી કરી રહેલા સુરેશ રૈના અને ગુરુ રંધાવાની ધરપકડમુંબઈઃ પાર્ટી કરી રહેલા સુરેશ રૈના અને ગુરુ રંધાવાની ધરપકડ

English summary
Vadodara: Fear of a deadly disease called mucormycosis amid corona pendamic.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X