વડોદરા ગેંગરેપ આત્મહત્યા કેસઃ DFS ચકાસશે યુવતીની ડાયરી, કેટલા પાનાં ફાડવામાં આવ્યા?
નવસારીની વિદ્યાર્થીની પર વડોદરાના વેક્સીન ઈન્સ્ટીટ્યુટ ગ્રાઉન્ડમાં ગેંગરેપ બાદ વલસાડમાં ગુજરાત ક્વીનમાં કરેલ આત્મહત્યા કેસમાં મોટા સમાચાર સામે આવ્યા છે.
વડોદરાઃ નવસારીની વિદ્યાર્થીની પર વડોદરાના વેક્સીન ઈન્સ્ટીટ્યુટ ગ્રાઉન્ડમાં ગેંગરેપ બાદ વલસાડમાં ગુજરાત ક્વીનમાં કરેલ આત્મહત્યા કેસમાં મોટા સમાચાર સામે આવ્યા છે. ઓએસીસ સંસ્થા પર પોલિસે ગાળિયો કસ્યો છે. રેલવે પોલિસે ઓએસીસ સંસ્થાના જૂના રેકૉર્ડ તપાસવા ખાસ ટીમની રચના કરી છે. સંસ્થામાંથી કોર્સ કરીને ગયેલા યુવકોની તપાસ પણ શરૂ કરવામાં આવી છે. ઓએસીસ સંસ્થાની શહેરમાં આવેલી 4 ઑફિસ પર પણ સર્ચ કરવામાં આવી રહ્યુ છે.

ઉલ્લેખનીય છે કે ગઈ 3 નવેમ્બરની રાતે ગુજરાત ક્વીન ટ્રેનમાં મહારાષ્ટ્ર જતી વખતે યુવતીનુ જે દિવસે મોત થયુ હતુ એ રાતે યુવતી ગુજરાત ક્વીન ટ્રેનમાં બેસીને મહારાષ્ટ્ર જઈ રહી હતી ત્યારે નવસારીથી કેટલાક લોકો તેનો પીછો કરી રહ્યા હતા. પીછો કરનારા લોકોએ યુવતીનુ અપહરણ કર્યુ હતુ. જેમનાથી પીછો છોડાવીને યુવતી ટ્રેનના વૉશરૂમમાં ભાગી ગઈ હતી. જ્યાંથી તેણે સંજયભાઈ નામના વ્યક્તિને મેસેજ કર્યો હતો. આ મેસેજ 3 નવેમ્બરે રાતે 11.30 વાગે કરવામાં આવ્યો હતો. મેસેજમાં લખ્યુ હતુ કે સૉરી સંજીવભાઈ પ્લીઝ મને બચાવી લો. આ મેસેજ બાદ યુવતીની હત્યા કરવામાં આવી હોઈ શકે છે.
તમનેન જણાવી દઈએ કે વડોદરામાં યુવતી પર ગેંગરેપ અને આત્મહત્યાના કેસમાં યુવતીની ડાયરી જ મોટો પુરાવો છે પરંતુ યુવતી જે સંસ્થામાં કામ કરતી હતી તે સંસ્થાએ યુવતીની ડાયરીના કેટલાક પાનાં ફાડી નાખ્યા હતા. છેલ્લુ પાનુ પણ ફાડી નાખવામાં આવ્યુ હતુ પરંતુ એ જ પાનાંની ઝેરોક્ષ પોલિસને મળી છે. સૂત્રોના જણાવ્યા મુજબ ફૉરેન્સિકના નિષ્ણાતો ક્રાઈમ સીનની વધુ તપાસ કરી રહ્યા છે અને ડીએનએના સેમ્પલ યુવતીના શરીર પરથી લેવામાં આવ્યા છે. વળી, નિષ્ણાતો દ્વારા મોબાઈલમાં મળેલ ફોટો અને ડાયરીના લખાણની ચકાસણી કરવામાં આવી રહી છે. યુવતીના પરિવારના પણ લખાણના સેમ્પલ લેવામાં આવ્યા છે.
બીજી તરફ પીડિતાની ગુમ થયેલી સાઈકલ શોધવા માટે આખા વડોદરા શહેરની પોલિસને સૂચના આપવામાં આવી છે. ગેંગરેપની ઘટનામાં પરિચિતોની ભૂમિકા હોવાનુ જાણવા મળ્યુ છે. ઘટનાના સાક્ષીઓની પણ તપાસ થઈ રહી છે. વૉચમેન સહિતના સાક્ષીઓને પોલિસ શોધી રહી છે. આ વૉચમેન શંકાના ઘેરામાં છે. જો કે પોલિસે અગાઉ તપાસ દરમિયાન જણાવ્યુ હતુ કે સાક્ષી, સીસીટીવી અને યુવતીની ડાયરીના આધારે તપાસ કરતા યુવતીએ આત્મહત્યા કરી હોવાનુ બહાર આવ્યુ છે.












Click it and Unblock the Notifications
