Vadodara Lok Sabha Election Results 2024 LIVE Gujarati: વડોદરા લાઇવ રિઝલ્ટ, હેમાંગ જોશી Vs જસપાલસિંહ પઢિયાર

Vadodara Lok Sabha Seat Result 2024 Live in Gujarati: વડોદરા લોકસભા બેઠક પહેલીવાર ભાજપના કાર્યકરોને કારણે ચર્ચામાં આવી હતી, કેમ કે વડોદરામાં પહેલીવાર એવું થયું જે ભાજપની શાખ માટે શર્મનાક ગણાવી શકાય. કહેવાય છે કે ભાજપ પક્ષ પોતાના નેતાઓને આંતરિક વિરોધ કરવાનો મોકો નથી આપતો, અને જો આંતરિક વિરોધ હોય તો તેને જગજાહેર નથી થવા દેતો. પરંતુ લોકસભા ચૂંટણી 2024માં પહેલીવાર એવું થયું જેના કારણે ભાજપે પોતાના ઉમેદવાર બદલવા પડ્યા.

Vadodara Lok Sabha Election Results

નોંધનીય છે કે ભાજપે લોકસભા ચૂંટણી માટે સૌથી પહેલાં પોતાના ઉમેદવારોની યાદી તૈયાર કરી લીધી હતી, પરંતુ તે ભાજપ માટે જ માથાનો દુઃખાવો બની ગયું હતું. વડોદરાથી ભાજપે રંજન ભટ્ટને ટિકિટ આપી હતી. પરંતુ સ્થાનિક કાર્યકરોએ ભારે હોબાળો બચાવ્યો હતો જેને કારણે રંજનબેન ભટ્ટને સાઈડલાઈન કરવા પડ્યાં. જો કે, રંજનબેન ભટ્ટે વિરોધ બાદ સોશિયલ મીડિયા પોસ્ટ કરી પોતે અંગત કારણોસર ચૂંટણી ના લડી રહ્યા હોવાની ઘોષણા કરી હતી.

રંજનબેન ભટ્ટે ચૂંટણી લડવાની ના પાડી દીધા બાદ ભાજપે વડોદરા લોકસભા સીટ માટે સૌથી યુવા ચહેરો હેમાંગ જોશીને ટિકિટ આપી હતી. તેમની સામે કોંગ્રેસે જસપાલ પઢિયારને ટિકિટ આપી હતી. વડોદરામાં કૂલ 19 લાખ 49 હજાર 573 મતદારો નોંધાયેલા છે, જેમાંથી 61.59 ટકા એટલે કે 12 લાખ 768 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

1998 પછી ભાજપ વડોદરા સીટ સતત જીતતો આવે છે, ત્યારે લોકસભા ચૂંટણી ઉમેદવાર બદલવાના કારણે ભાજપને નુકસાન થશે કે ફાયદો તે Vadodara Seat Result આવતાની સાથે જ સ્પષ્ટ થઇ જશે, કેમ કે ભાજપે આંતરિક વિરોધને કારણે 2 ટર્મથી સાંસદ રંજનબેન ભટ્ટને બેસાડી દેવા પડ્યાં હતાં. જેમને નરેન્દ્ર મોદીથી પણ વધુ મત મળ્યા હતા. 2014માં નરેન્દ્ર મોદી વડોદરાથી લોકસભા ચૂંટણી લડ્યા હતા જેમને 8 લાખ 45 હજાર 464 મત મળ્યા હતા અને રંજન ભટ્ટને 2019ની લોકસભા ચૂંટણીમાં 8 લાખ 83 હજાર 719 મત મળ્યા હતા.
Vadodara seat live result મેળવવા માટે બન્યા રહો વનઈન્ડિયા ગુજરાતી સાથે.

લાઇવ અપડેટ

8:20 AM - મતગાણતરી શરૂ થઈ ગઈ છે. વડોદરા ભાજપના ઉમેદવાર હેમાંગ જોશી આગળ ચાલી રહ્યા છે.

9:00 AM - વડોદરાથી ભાજપના ઉમેદવાર હેમાંગ જોશી 16721 મતથી આગળ ચાલી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X