For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વડોદરાઃ મહિલાની ફરિયાદ પર લવ જેહાદના કેસમાં પતિની ધરપકડ

વડોદરાઃ મહિલાની ફરિયાદ પર લવ જેહાદના કેસમાં પતિની ધરપકડ

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં તાજેતરમાં જ ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય (સુધારા) બિલ-2021 વિધાનસભામાં પાસ થયું જેને લવ જેહાદ વિરોધી કાયદા તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુજરાતમાં 15 જુનથી લવ જેહાદ વિરોધી કાયદો લાગૂ થઈ ગયો છે અને આ મામલાના આરોપીઓને આકરી સજાની જોગવાઈ પણ છે. ગુજરાતમાં કાયદો લાગૂ થયાના પહેલા જ મહિને બીજો કેસ સામે આવ્યો છે.

arrest

યુવતીએ છાણીના યુવક અને તેના પરિવારના બે સભ્યો સામે લવ જેહાદનો કેસ દાખલ કર્યો છે. આ મામલે વડોદરા પોલીસે યુવતીના પતિ અને પરિવારના અન્ય બે સભ્યોની ધરપકડ કરી છે. મોહેબ ઈમ્તિયાઝ પઠાણ ખાન પર આરોપ છે કે લગ્ન પૂર્વે તેણે યુવતીને તેના ધર્મ મુજબ રહેવાની વાત કરી હતી અને લગ્ન પછી ધર્મ પરિવર્તન માટે દબાણ કરી કાઝીને બોલાવી મુસ્લિમ ધર્મ મુજબ નિકાહ પણ કરાવ્યા હતા. આ મામલે પીડિત યુવતીએ ફતેગંજ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.

આ મામલે પોલીસ અધિકારીએ જણાવ્યું કે, "યુવતીએ કરેલી ફરિયાદ મામલે પોલીસે આઈપીસીની કલમ 377, 498, 354, અને ધર્મ સુધારા અધિનિયમ-2021ની કલમ 4 મુજબ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે."

નોંધનીય છે કે બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવવાના મામલે 5 વર્ષ સુધીની જેલની સજા અને 2 લાખ રૂપિયા દંડની જોગવાઈ છે, આ ઉપરાંત સગીર સાથેના આવા ગુનામાં 7 વર્ષ સુધીની જેલની સજા અને 3 લાખના દંડની જોગવાી છે. વળી, અનુસૂચિત જાતિ, જનજાતિની દીકરીઓ સાથેના આવા ગુનામાં 7 વર્ષની જેલની જોગવાઈ છે.

English summary
vadodara: man arrested under anti-love jihad law on complaint of wife
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X