ભારે વરસાદને પગલે ડભોઇમાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા

સમગ્ર રાજ્યમાં ૨૦૦ ઉપરાંત તાલુકામાં ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે રાજ્યમાં હજૂ પણ ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી છે, જે દરમિયાન સમગ્ર રાજ્યમાં મેઘ મહેર જોવા મળી રહી છે.

Vadodara rain update : સમગ્ર રાજ્યમાં ૨૦૦ ઉપરાંત તાલુકામાં ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે રાજ્યમાં હજૂ પણ ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી છે, જે દરમિયાન સમગ્ર રાજ્યમાં મેઘ મહેર જોવા મળી રહી છે. આવા સમયે વડોદરા જીલ્લાના ડભોઇ તાલુકામાં 4 ઈંચ જેટલો વરસાદ પડતાં અનેક સોસાયટી સહિત નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. જે કારણે ડભોઇ નગરપાલિકાની પ્રિમોન્સુન કામગીરીની પોલ ખૂલી ગઇ હતી.

Vadodara rain update

સ્થાનિકોએ સંજયભાઇ અને વિરેન શાહનો આભાર માન્યો

વરસાદ ઓછો થયા બાદ ડભોઇ નગરપાલિકાના પ્રમુખ અને વોર્ડ નંબર 1ના સભ્ય વિરેનભાઇ શાહ દ્વારા જે વિસ્તારનું નિરીક્ષણ કરીને JCB મારફતે તાત્કાલિક પાણીના નિકાલ માટે કામગીરી હાથ ધરી હતી. જે કારણે સ્થાનિકોએ જાગૃત સદસ્ય સંજયભાઇ અને વિરેન શાહનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ વિસ્તારોમાં ભરાયા પાણી

ચોમાસાના પ્રથમ વરસાદમાં જ નીચાણવાળા વિસ્તારોમાં ઘુંટણ સમા પાણી ભરાઇ ગયા હતા. જેમાં નગરપાલિકા શોપિંગ સેન્ટર કુમુદિ સોસાયટી, ઉમા કોલોની, ગાયત્રી નગર સહિત અનેક સોસાયટીમાં પાણી ભરાઇ ગયા હોવાથી સ્થાનિકોને હાંલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નીચાણવાળા વિસ્તાર જેવા કે, વોરાવાડ, મહૂડી ભાગોળ, માછીવાડ, હીરા ભાગોળ અને ખાડા વિસ્તારમાં પાણી ભરાયા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X