For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વડોદરા: સોલાર બ્રિજે 9 મહિનામાં આપી 50 લાખની વિજળી, આ બ્રિજમાં છે 3024 પેનલ

સમગ્ર ગુજરાતમાં સર્વ પ્રથમ વડોદરા શહેરમાં ઓવર બ્રિજ રૂફટોપ સોલાર પાવર પ્લાન્ટ અકોટા-દાંડિયા બજાર પૂલ ઉપર કાર્યરત થવાના નવ માસમાં જ રૂ. 50 લાખની સ્વચ્છ વીજળીનું ઉત્પાદન થયું છે. સ્ટ્રક્ચર ડિઝાઇન અને લાઇટિંગના કારણે આકર્ષક

|
Google Oneindia Gujarati News

સમગ્ર ગુજરાતમાં સર્વ પ્રથમ વડોદરા શહેરમાં ઓવર બ્રિજ રૂફટોપ સોલાર પાવર પ્લાન્ટ અકોટા-દાંડિયા બજાર પૂલ ઉપર કાર્યરત થવાના નવ માસમાં જ રૂ. 50 લાખની સ્વચ્છ વીજળીનું ઉત્પાદન થયું છે. સ્ટ્રક્ચર ડિઝાઇન અને લાઇટિંગના કારણે આકર્ષક લાગતા અકોટા બ્રિજ ઉપર બેસાડવામાં આવેલી સોલાર પેનલમાંથી આ નવ માસ દરમિયાન કૂલ 7,92,000 યુનિટ ઊર્જા સૂરજ દાદાએ આપી છે.

Vadodara

ગત્ત મે માસથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા કાર્યરત કરવામાં આવેલા આ યુનિક પ્રોજેક્ટ માટે ૨૫૨ મિટરની લંબાઇ અને 40 મિટરની પહોળાઇ અને 15,033 મિટરની ઉંચાઇ સાથે 11,200 ચોરસ ફૂટ વિસ્તારનું સિવિલ કામ કૂલ રૂ. 23.25 કરોડના ખર્ચથી કરવામાં આવ્યું છે. રાત્રીના સમયે આ બ્રિજ ઝળહળે એ માટે રૂફટોપ સોલાર નીચે ડેકોરેટિવ કલર લાઇટિંગ કરવામાં આવ્યું છે.

અકોટા બ્રિજની ઉપર 325 વોટ પાવરની કૂલ 3024 સોલાર પેનલ મૂકવામાં આવી છે. તેની સાથે 70 કિલો વોટના 14 સોલાર ઇન્વર્ટર્સ અને હજાર કિલો વોટ એમ્પેરની ક્ષમતાનું એક પાવર ટ્રાન્સફોર્મર મૂકવામાં આવ્યું છે. સોલાર પેનલ બ્લ્યુ વેફર નામના મટિરિયલ્સની છે. જે એલ્યુમિનિયમ અને કોપરની બનેલી હોય છે. સૂર્યપ્રકાશના રેડિએશનથી બ્લ્યુ વેફર ન્યુટ્રોન પ્રવાહમાં લાવે છે અને વીજળી ઉત્પાદિત કરે છે.

તમામ પેનલોને વાયવ્ય દિશામાં 12થી 18 ડિગ્રી કાટખૂણે બેસાડવામાં આવી છે. જેથી સૂર્યપ્રકાશ દિનભર મળતો રહે. આ બાબતોને જોતા આ રૂફટોપ સોલાર પ્રોજેક્ટથી પ્રતિદિન 3940 યુનિટ અને વાર્ષિક 14 લાખ વીજ યુનિટ ઉત્પાદન થઇ શકે છે.

મજાની વાત એ છે કે ગુજરાતની ભૌગોલિક સ્થિતને જોતા સામાન્ય સંજોગોમાં સવારના 7.30 વાગ્યાથી સાંજના 5.45 વાગ્યા સુધી સોલાર પેનલ થકી સૌરઊર્જાનું ઉત્પાદન થઇ શકે છે. તેમાંય બપોરના 11.30 વાગ્યાથી 3.30 વાગ્યા સુધીના ચાર કલાક દરમિયાન મહત્તમ સૌરઊર્જા મળે છે. મતબલ કે આ ચાર કલાક તેના પીકઅવર્સ છે.

English summary
Vadodara: Solar Bridge provides 50 lakh electricity in 9 months
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X