For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નેશનલ ગેમ્સ દરમિયાન કચરાના નિકાલ માટે વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ સજજ!

વડોદરા મહાનગર પાલિકાએ સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે નેશનલ ગેમ્સને અનુલક્ષીને કરી છે ઝીરો વેસ્ટ મેનેજમેન્ટ વ્યવસ્થા.

By Desk
|
Google Oneindia Gujarati News

વડોદરા મહાનગર પાલિકાએ સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે નેશનલ ગેમ્સને અનુલક્ષીને કરી છે ઝીરો વેસ્ટ મેનેજમેન્ટ વ્યવસ્થા. પ્લાસ્ટિક બોટલો રસોડાનો કચરો સુકો કચરો ઇત્યાદિના યોગ્ય નિકાલ દ્વારા સ્પર્ધા સ્થળને સ્વચ્છ રાખવા સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ સુસજ્જ બની તૈયારીઓ કરી કરી છે.

Waste management department

સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે ૩૬ મી નેશનલ ગેમ્સ અન્વયે જીમ્નાસ્ટીક ની રોમાંચક સ્પર્ધાઓ યોજવા માટે વ્યાપક વ્યવસ્થાઓ કરવામાં આવી છે જેમાં આ સ્થળ ને સ્વચ્છ અને સુઘડ રાખવા માટે ઝીરો વેસ્ટ મેનેજમેન્ટ ની કરવામાં આવેલી સુચારુ વ્યવસ્થાનો સમાવેશ થાય છે.વડોદરા મહાનગર પાલિકાના મેયર તથા મ્યુનિસિપલ કમિશનર ના માર્ગદર્શન હેઠળ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે જરૂરી યંત્રો ગોઠવીને અદ્યતન આયોજન કર્યું છે.

જિલ્લા વિકાસ અધિકારી ડો.રાજેન્દ્ર પટેલે આ વ્યવસ્થાઓ કાર્યાન્વિત કરાવી વડોદરા મહાનગર પાલિકાને ધન્યવાદ આપ્યા હતા. આ વિભાગના એનવાયરોનમેન્ટ એન્જિનિયર કશ્યપ શાહે વિગતવાર જાણકારી આપતાં જણાવ્યું કે આટલી મોટી સંખ્યામાં ખેલાડીઓ,વ્યવસ્થાપકો અને દર્શકો એકત્ર થવાના હોવાથી પાણીની પ્લાસ્ટિકની બોટલો ખૂબ મોટા પ્રમાણમાં વપરાશે તો તેનો યોગ્ય નિકાલ કરવો અનિવાર્ય છે.

English summary
Waste management department ready for waste disposal during National Games!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X