For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇસ્લામાબાદ કોર્ટમાં બ્લાસ્ટ, જજ સહિત 11 લોકોના મોત

|
Google Oneindia Gujarati News

ઇસ્લામાબાદ, 3 માર્ચ: પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદની કોર્ટમાં ભીષણ વિસ્ફોટ થયો હતો. જેમાં એક ન્યાયાધિશ સહીત 11 લોકોના મોત થયા છે, જ્યારે 25થી વધારે લોકો ઘાયલ થયા છે. ત્યારબાદ કોર્ટ પ્રાંગણમાં સુરક્ષા દળ અને હુમલાખોરોની વચ્ચે જોરદાર ફાયરિંગ થયું. આ ઘટના બાદ કોર્ટની કામગીરીને થંભાવી દેવામાં આવી. હજી પણ કોર્ટની અંદર હુમલાખોર છૂપાયા હોવાની આશંકા છે.

સ્થાનીય મીડિયા અનુસાર ઇસ્લામાબાદના એફ-8 વિસ્તારમાં થયેલા વિસ્ફોટમાં એડિશનલ જજ રફાકત અવાનનું પણ મોત થયું છે. પોલીસનું કહેવું છે કે બે આત્મઘાતી હુમલાવર કોર્ટ પરિસરમાં ઘુસ્યા અને ફાયરિંગ શરૂ કરી દીધું. હુમલાખોરોએ હેંડ ગ્રેનેડ પણ ફેંક્યા. ત્યાર બાદ જ્યારે પોલીસે તેમને પકડવાની કોશિશ કરી તો હુમલાખોરોએ વિસ્ફોટ કરીને ખુદને ઉડાવી દીધા.

આ હુમલામાં 20થી વધારે લોકો જખ્મી થઇ ગયા છે. તેમને પાકિસ્તાન ઇન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાઇન્સમાં ભરતી કરાવી દેવામાં આવ્યા છે.

pakistan
સ્થાનીય પોલીસના જણાવ્યા અનુસાર આ હુમલો એ સમયે થયો જ્યારે કેટલાંક લોકો હાજરી માટે કોર્ટમાં આવેલા એક કેદીને છોડાવવાની કોશીશ કરી. કોર્ટ પ્રાંગણમાં જ બે બ્લાસ્ટ થયા. એક જજના ચેમ્બરની નજીક અને બીજો એક અન્ય ઓફિસની સામે. વિસ્ફોટ થતા જ કોર્ટ પરિસરમાં અફરાતફરી મચી ગઇ. એક પોલીસે જણાવ્યું કે આ આતંકવાદીઓની કાર્યવાહી હોઇ શકે છે. જોકે પોલીસ અધિકારીએ આની ખરાઇ કરી નથી.

તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનના પ્રવક્તા શહીદુલ્લા શાહિદે આ હુમલાની પાછળ તેમના ગ્રુપનો હાથ હોવાનો ઇનકાર કર્યો છે. પ્રવક્તાએ આ હુમલાની નિંદા કરતા જણાવ્યું છે કે તેમનું ગ્રુપ શનિવારે જાહેર કરેલ સીઝફાયરનું ઉલ્લંઘન નહીં કરે.

English summary
At least 11 people - including a judge - were killed and over 24 others injured in firing and twin suicide blasts here Monday morning, police said.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X