For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બોલો, માત્ર 11 વર્ષના કિશોરે બનાવ્યું સિંહને ડરાવવાનું અનોખું ઉપકરણ!!!

|
Google Oneindia Gujarati News

આજકાલ રહેણાંક વિસ્તારોમાં જંગલની હદમાંથી જંગલી પ્રાણીઓ ધૂસી જવાના કિસ્સા વધી રહ્યા છે. સિંહ, દીપડા કે શિયાળ જેવા પ્રાણીઓ માનવ વસતી પર હૂમલો કરી બેસે છે. આ કારણે લોકોમાં ભયનો માહોલ ઉભો થાય છે. આવી સમસ્યાથી અકળાઇ જઇને કેન્યાના એક કિશોરે માત્ર 11 વર્ષની ઉંમરમાં એક એવું ઉપકરણ તૈયાર કર્યું છે, જેનાથી સિંહ જેવું પ્રાણી પણ ગભરાઇ જાય છે.

કેન્યામાં રહેતા રિચર્ડ ટુરેરેએ કોઇ પણ મિકેનીકલ કે ટેકનિકલ ટ્રેઇનિંગ લીધા વિના જ માત્ર 11 વર્ષની વયે સિંહોને માનવ વસતીથી અસરકારક રીતે દૂર રાખતી 'શેર લાઇટ' બનાવવામાં સફળતા મેળવી છે. રિચર્ડે તૈયાર કરેલું આ સાધન રૂપિયા 500 કરતાં પણ ઓછી કિંમતે તૈયાર થઇ ગયું છે. આ શેર લાઇટ બનાવવા માટે રિચર્ડે તૂટલી ટોર્ચની એલઇડી લાઇટ્સ, જૂની કારની બેટરી, એક સોલર પેનલ અને મોટર સાઇકલના લાઇટ ઇન્ડિકેટરની મદદથી તૈયાર કર્યું છે.

ઇન્ડિરકેટર બોક્સની મદદથી બલ્બ લબકઝબક થયા કરે છે. અટકી અટકીને ચાલનારી આ બાબત જ શેર લાઇટને સ્પેશ્યલ બનાવે છે. આ અંગે કેન્યાના વન્ય જીવ સેવામાં પરભક્ષી જીવોના વિશેષજ્ઞ અને વરિષ્ઠ વિજ્ઞાની ડૉ. ચાર્લ્સ મુયોસ્કીનું કહેવું છે કે સિંહો ક્યારેય સ્થિર લાઇટથી ડરતા નથી, પણ તેઓ એક સાથે અનેક સ્રોતો અને લબક ઝબક થતી લાઇટ્સથી ડરે છે.

આ સાધનના ઉપયોગ બાદ સિંહો પાલતુ પ્રાણીઓ પર ઓછા હુમલાઓ કરે છે. આ કારણે કેન્યા વન વિભાગ અને સ્થાનિક લોકોમાં તણાવ અને ભય ઘટ્યો છે. રિચર્ડનો આવિષ્કાર ભલે મહત્વની ટેકનોલોજિકલ સિદ્ધિ ના હોય પણ તેની અત્યંત ઓછી કિંમત, સંપૂર્ણ રીતે સ્થાનિક વસ્તુઓનો ઉપયોગ કરીને કરવામાં આવેલું નિર્માણ સાથે સિંહોને અસરકારક રીતે દૂર રાખવામાં મળેલી સફળતાને કારણ તે ખાસ છે. રિચર્ડ પોતાના ઘરમાં અને આડોશ પાડોશમાં કુલ 7 શેર લાઇટ્સ લગાવી ચૂક્યા છે. હવે કેન્યામાં લોકો તેમના સાધનની નકલ બનાવવા લાગ્યા છે.

માત્ર 11 વર્ષના કિશોરે બનાવ્યું સિંહને ડરાવવાનું અનોખું ઉપકરણ!!!

વિશ્વમાં દરેક જગ્યાએ માનવ વસતીમાં જંગલી પ્રાણીઓ આવવા લાગ્યા છે. જેના કારણે માનવોના જીવન પર ભય ઉભો થયો છે.

માત્ર 11 વર્ષના કિશોરે બનાવ્યું સિંહને ડરાવવાનું અનોખું ઉપકરણ!!!

માત્ર 11 વર્ષના કિશોરે બનાવ્યું સિંહને ડરાવવાનું અનોખું ઉપકરણ!!!

આજકાલ રહેણાંક વિસ્તારોમાં જંગલની હદમાંથી જંગલી પ્રાણીઓ ધૂસી જવાના કિસ્સા વધી રહ્યા છે. સિંહ, દીપડા કે શિયાળ જેવા પ્રાણીઓ માનવ વસતી પર હૂમલો કરી બેસે છે. આ કારણે લોકોમાં ભયનો માહોલ ઉભો થાય છે. આવી સમસ્યાથી અકળાઇ જઇને કેન્યાના એક કિશોરે માત્ર 11 વર્ષની ઉંમરમાં એક એવું ઉપકરણ તૈયાર કર્યું છે, જેનાથી સિંહ જેવું પ્રાણી પણ ગભરાઇ જાય છે.

માત્ર 11 વર્ષના કિશોરે બનાવ્યું સિંહને ડરાવવાનું અનોખું ઉપકરણ!!!

માત્ર 11 વર્ષના કિશોરે બનાવ્યું સિંહને ડરાવવાનું અનોખું ઉપકરણ!!!

કેન્યામાં રહેતા રિચર્ડ ટુરેરેએ કોઇ પણ મિકેનીકલ કે ટેકનિકલ ટ્રેઇનિંગ લીધા વિના જ માત્ર 11 વર્ષની વયે સિંહોને માનવ વસતીથી અસરકારક રીતે દૂર રાખતી 'શેર લાઇટ' બનાવવામાં સફળતા મેળવી છે. રિચર્ડે તૈયાર કરેલું આ સાધન રૂપિયા 500 કરતાં પણ ઓછી કિંમતે તૈયાર થઇ ગયું છે.

માત્ર 11 વર્ષના કિશોરે બનાવ્યું સિંહને ડરાવવાનું અનોખું ઉપકરણ!!!

માત્ર 11 વર્ષના કિશોરે બનાવ્યું સિંહને ડરાવવાનું અનોખું ઉપકરણ!!!

આ શેર લાઇટ બનાવવા માટે રિચર્ડે તૂટલી ટોર્ચની એલઇડી લાઇટ્સ, જૂની કારની બેટરી, એક સોલર પેનલ અને મોટર સાઇકલના લાઇટ ઇન્ડિકેટરની મદદથી તૈયાર કર્યું છે.

માત્ર 11 વર્ષના કિશોરે બનાવ્યું સિંહને ડરાવવાનું અનોખું ઉપકરણ!!!

માત્ર 11 વર્ષના કિશોરે બનાવ્યું સિંહને ડરાવવાનું અનોખું ઉપકરણ!!!

ઇન્ડિરકેટર બોક્સની મદદથી બલ્બ લબકઝબક થયા કરે છે. અટકી અટકીને ચાલનારી આ બાબત જ શેર લાઇટને સ્પેશ્યલ બનાવે છે. આ અંગે કેન્યાના વન્ય જીવ સેવામાં પરભક્ષી જીવોના વિશેષજ્ઞ અને વરિષ્ઠ વિજ્ઞાની ડૉ. ચાર્લ્સ મુયોસ્કીનું કહેવું છે કે સિંહો ક્યારેય સ્થિર લાઇટથી ડરતા નથી, પણ તેઓ એક સાથે અનેક સ્રોતો અને લબક ઝબક થતી લાઇટ્સથી ડરે છે.

માત્ર 11 વર્ષના કિશોરે બનાવ્યું સિંહને ડરાવવાનું અનોખું ઉપકરણ!!!

માત્ર 11 વર્ષના કિશોરે બનાવ્યું સિંહને ડરાવવાનું અનોખું ઉપકરણ!!!

રિચર્ડનો આવિષ્કાર ભલે મહત્વની ટેકનોલોજિકલ સિદ્ધિ ના હોય પણ તેની અત્યંત ઓછી કિંમત, સંપૂર્ણ રીતે સ્થાનિક વસ્તુઓનો ઉપયોગ કરીને કરવામાં આવેલું નિર્માણ સાથે સિંહોને અસરકારક રીતે દૂર રાખવામાં મળેલી સફળતાને કારણ તે ખાસ છે.

માત્ર 11 વર્ષના કિશોરે બનાવ્યું સિંહને ડરાવવાનું અનોખું ઉપકરણ!!!

માત્ર 11 વર્ષના કિશોરે બનાવ્યું સિંહને ડરાવવાનું અનોખું ઉપકરણ!!!

આ સાધનના ઉપયોગ બાદ સિંહો પાલતુ પ્રાણીઓ પર ઓછા હુમલાઓ કરે છે. આ કારણે કેન્યા વન વિભાગ અને સ્થાનિક લોકોમાં તણાવ અને ભય ઘટ્યો છે. રિચર્ડ પોતાના ઘરમાં અને આડોશ પાડોશમાં કુલ 7 શેર લાઇટ્સ લગાવી ચૂક્યા છે. હવે કેન્યામાં લોકો તેમના સાધનની નકલ બનાવવા લાગ્યા છે.

English summary
11 year child made tool to daunt lion.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X