For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોનાએ અમેરિકનોની ચિંતા વધારી, 24 કલાકમાં 1303 લોકોના મોત

કોરોનાએ અમેરિકનોની ચિંતા વધારી, 24 કલાકમાં 1303 લોકોના મોત

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટનઃ કોરોના વાયરસથી અમેરિકામાં સતત સેંકડો લોકો રોજ મરી રહ્યા છે. અહીંના હાલાત અતિ ગંભીર છે. અમેરિકામા પાછલા 24 કલાકમાં કોરોના વાયરશતી 1303 લોકોના મોત થયા છે. અમેરિકામાં અત્યાર સુધી કોરોના વાયરસથી 56000 લોકોના મોત થઈ ચૂક્યા છે, જ્યારે કોરોના સંક્રમિતોનનો મામલો 10 લાખ સુધી પહોંચી ગયો છે. જણાવી દઈએ કે સોમવારે અહીં 1303 લોકોના કોરોના વાયરસથી મોત થઈ ગયા હતા. દરરોજ જૉન હોપકિંસ યૂનિવર્સિટી ટેલી દ્વારા આ આંકડો જાહેર કરવામમાં આવે છે.

coronavirus

ઉલ્લેખનીય છે કે આખી દુનિયા હાલ કોરોના વાયરસ મહામારી સામે લડી રહી છે. દુનિયાભરમાં તેના મામલા સતત વધી રહ્યા છે. ભારતમાં કોરોના વાયરસના તેજીથી વધતા મામલા કેન્દ્ર અને રાજ્યોની ચિંતાનું કારણ બન્યું છે. લૉકડાઉનની અવધિ પૂરી થવામાં હવે થોડા દિવસો જ બાકી છે એવામાં કોરોના દર્દીની સંખ્યા 28 હજારને પાર જવી સરકાર માટે મોટી સમસ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના રિપોર્ટ મુજબ દેશમાં અત્યાર સુધી કલુ દર્દીની સંખ્યા 28380 થઈ ગઈ છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને શનિવારે કહ્યું હતું કે એવું કોઈ સબુત કે સ્ટડી નથી જે સાબિત કરી શકે કે કોરોના સંક્રમણથી ઠીક થઈ ચૂકેલ વ્યક્તિને બીજીવાર સંક્રમણ નહિ થાય. ડબલ્યૂએચઓએ આ વાત પ્રચલિત થઈ રહેલી પ્લાઝ્મા થિયોરીને લઈને કહી હતી, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે એકવાર કોરોનાથી ઠીક થઈ ગયા છે, તેના શરીરે કોરોના સામે લડવાની પ્રતિરોધક ક્ષમતા વિકસિત કરી લીધી છે, તે સુરક્ષિત છે અને બીજીવાર તે સંક્રમિત થવાની સંભાવના નથી. ડબલ્યૂએચઓએ આ વિશે એક ટ્વીટ કર્યું હતું કે આવા લોકોને જોખમ મુક્ત ના કહી શકાય.

યૂરોપના દેશો કોરોના સંક્રમણના નિયંત્રણના ઉપાયો સહેલા કરેઃ WHOયૂરોપના દેશો કોરોના સંક્રમણના નિયંત્રણના ઉપાયો સહેલા કરેઃ WHO

English summary
1303 people died of coronavirus in last 24 hours in United states.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X