For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

14 વર્ષની કિશોરી બની મા, 5માં ધોરણનો છાત્ર બાળકનો પિતા

પડોશી દેશ નેપાળમાં એક એવી ખૂબ જ વિચિત્ર કેસ સામે આવ્યો છે જેને સાંભળીને કદાચ તમે પણ ચોંકી જશો.

|
Google Oneindia Gujarati News

પડોશી દેશ નેપાળમાં એક એવી ખૂબ જ વિચિત્ર કેસ સામે આવ્યો છે જેને સાંભળીને કદાચ તમે પણ ચોંકી જશો. અહીં માત્ર 14 વર્ષની એક કિશોરી માતા બની ગઈ છે. નવજાત બાળકનો પિતા છોકરીથી એક વર્ષ નાનો એટલ કે 13 વર્ષનો છે. બાળકની મા પાંચમા અને પિતા ચોથા ધોરણમાં અભ્યાસ કરે છે. આ કેસ સામે આવ્યા બદા હવે સરકારી અધિકારી પરેશાન છે કે આ લગ્નનું રજિસ્ટ્રેશન અને નવજાત બાળકના જન્મનું પ્રમાણપત્ર કેવી રીતે જાહેર કરવામાં આવે કારણકે કાયદો આ રીતના કેસના રજિસ્ટ્રેશનની કોઈ જોગવાઈ નેપાળમાં નથી. વાસ્તવમાં નેપાળમાં છોકરા અને છોકરીઓની લગ્ન કરવા માટેની લઘુત્તમ ઉંમર 20 વર્ષ છે.

આ પણ વાંચોઃ ગળામાં રમકડુ ફસાતા ટીવી કલાકારની બે વર્ષની પુત્રીનું મોત, શોકમાં બોલિવુડઆ પણ વાંચોઃ ગળામાં રમકડુ ફસાતા ટીવી કલાકારની બે વર્ષની પુત્રીનું મોત, શોકમાં બોલિવુડ

સ્કૂલમાં થયો બંનેને પ્રેમ

સ્કૂલમાં થયો બંનેને પ્રેમ

હિમાલયન ટાઈમ્સના સમાચાર અનુસાર આ કેસ નેપાળની રાજધાની કાઠમંડુથી લગભગ 80 કિલમીટર દૂર ધાડિંગ જિલ્લામાં સ્થિત રૂબી ઘાટી વિસ્તારનો છે. અહીં એક જ સ્કૂલમાં પાંચમાં ધોરણમાં ભણતા રમેશ તમાંગ અને ચોથા ધોરણમાં ભણતી પબિત્રા તમાંગને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો. સમાચાર મુજબ એક વર્ષના રિલેશનશિપમાં રહેવા દરમિયાન લગભગ 2 મહિના પહેલા પબિત્રાએ એક બાળકને જન્મ આપ્યો. આસપાસના વિસ્તારોમાં સમાચાર ફેલાઈ ગયા તો સાંભળીને સરકારી અધિકારીઓમાં હોબાળો મચી ગયો. ત્યારબાદ જિલ્લાના મોટા અધિકારીઓએ રમેશ અને પબિત્રાનો સંપર્ક કર્યો. હવે અધિકારીઓ સામે એ સમસ્યા છે કે તે આ લગ્ન અને બાળકના જન્મનું રજિસ્ટ્રેશન કેવી રીતે કરે?

‘બાળકના બંને હાથોમાં વચ્ચેની આંગળી નથી'

‘બાળકના બંને હાથોમાં વચ્ચેની આંગળી નથી'

રૂબી ઘાટી ગ્રામીણ નગર પાલિકા વૉર્ડ નંબર-5ના પ્રમુખ ધીરજ તમાંગે આ વિશે માહિતી આપતા જણાવ્યુ કે બાળકના માતાપિતા બંને સગીર છે. આવી સ્થિતિમાં તેમના લગ્નનું રજિસ્ટ્રેશન અને બાળકના જન્મનુ પ્રમાણપત્ર જાહેર કરવુ કાયદાકીય રીતે સંભવ નથી. નેપાળનો કાયદો તેની મંજૂરી નથી આપતો. રમેશ અને પબિત્રાએ હજુ સુધી આ કારણથી લગ્ન પણ નથી કર્યા કારણકે આ લગ્નને કોઈ પણ રીતે માન્યતા નહિ મળે. આ કેસમાં વધુ એક ચોંકાવનારી વાત સામે આવી છે. સમાચાર મુજબ બાળકના બંને હાથોમાં વચ્ચેની આંગળી નથી. જો કે બાળક સંપૂર્ણપણે સ્વસ્થ છે અને હાલમાં પોતાના માબાપ પાસે છે.

‘બાળકને ન મળી શક્યુ પૂરતુ સ્તનપાન'

‘બાળકને ન મળી શક્યુ પૂરતુ સ્તનપાન'

માહિતી મુજબ નેપાળના તમાંગ સમાજના નિયમો અનુસાર જો આ સમાજનો કોઈ છોકરો કોઈ છોકરીને પોતાની પત્નીની જેમ માને તો બાદમાં તેનાથી લગ્ન કરી શકે છે. વળી ધાડિંગના જિલ્લા આરોગ્ય કાર્યાલયના કાર્યવાહક પ્રમુખ બિષ્ણુ રિજલે આ વિશે જણાવ્યુ કે તેમની એક ચિંતા એ પણ છે કે પૌષ્ટિક ભોજનના અભાવે નવજાત શિશુના આરોગ્ય પર ખરાબ અસર પડશે કારણકે બાળકને તેની મા પાસેથી પર્યાપ્ત સ્તનપાન નહિ મળી શકે. આ બાળકના જન્મ અને તેના માતાપિતા વિશે આસપાસના વિસ્તારોમાં પણ ચર્ચા થઈ રહી છે. વળી, બીજી તરફ સરકારી અધિકારી આ લગ્ન અને બાળકના જન્મના રજિસ્ટ્રેશન માટે કશ્મકશમાં ફસાયેલા છે.

English summary
14 Year Old Girl Become Mother In Nepal.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X