For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દક્ષિણ કોરિયામાં હેલોવિન ફેસ્ટિવલમાં ભાગદોડ, 150 લોકોના મોત, ઘણાને કાર્ડિયક અરેસ્ટ

સિયોલના ઇટાવન જિલ્લામાં શનિવારની રાત્રે 10:20 કલાકે હેલોવીન સમારોહ દરમિયાન ભાગદોડને કારણે 150 લોકોના મોત થયા છે.

|
Google Oneindia Gujarati News

સિયોલના ઇટાવન જિલ્લામાં શનિવારની રાત્રે 10:20 કલાકે હેલોવીન સમારોહ દરમિયાન ભાગદોડને કારણે 150 લોકોના મોત થયા છે. ન્યુઝ એજન્સી એલ ઝઝીરાના એક અહેવાલ પર સિયોલના અધિકારીના હવાલે જણાવ્યું હતું કે, હેલોવીન ફેસ્ટીવલની ઉજવણીના ભાગરૂપે હજારોની સંખ્યામાં લોકો એકઠા થયા હતા. જે દરમિયાન કોઇ કારણસર ભાગદોડ મચી હતી.

Halloween festival

આ ભાગદોડમાં 150 લોકોના મોત થયા છે, જ્યારે 100 લોકો ઘાયલ થયા છે. આ ઘટનાને કારણે ઘણા લોકોને કાર્ડિયક અરેસ્ટ પણ આવ્યા હોવાના પણ અહેવાલ છે. આ સાથે મોતનો આંકડો વધે તેવી પણ શક્યતા છે.

દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યૂન સુક-યોલે આ ઘટના અંગે ઇમરજન્સી બેઠક યોજી હતી. જેમાં સમારોહમાં વ્યવસ્થા, નાસભાગનું કારણ અને

ઘાયલોની સારવાર અંગે ચર્ચા કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર શનિવારની રાત્રે દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલમાં હેલોવીન ફેસ્ટિવલ દરમિયાન મોટો અકસ્માત સર્જાયો હતો. તહેવારોની ભીડ વધવાથી અને રસ્તો સાંકડો હોવાથી અને લોકોની ભીડ વધુ થવાને કારણે ગીચતા વધી ગઇ હતી.

આ દરમિયાન નાસભાગ મચી ગઈ હતી. જેના કારણે અનેક લોકો કચડાઈ ગયા હતા. સિયોલ પોલીસના જણાવ્યા અનુસાર, ઘણા લોકોને હાર્ટ એટેક આવ્યો હતો. જેના કારણે તેની હાલત નાજુક બની હતી. આ ઘટના સંદર્ભે રાષ્ટ્રપતિ કાર્યાલય વતી અધિકારીઓને ઘટનામાં ઘાયલ થયેલા લોકોને પ્રાથમિક સારવાર અને યોગ્ય સારવાર આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

સ્થાનિક મીડિયાના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, આ ઘટના કથિત રીતે ત્યારે બની જ્યારે લોકોનું એક મોટું જૂથ એકસાથે પસાર થઈ રહ્યું હતું. ઘટનાસ્થળના સોશિયલ મીડિયા ફૂટેજમાં બચાવ અધિકારીઓ અને ખાનગી નાગરિકો દ્વારા ઘટનાસ્થળે ઘણા લોકોને મદદ કરવામાં આવી રહી હોવાનું દર્શાવવામાં આવ્યું છે. જ્યારે ઘણા લોકો ગંભીર હાલતમાં રસ્તા પર પડ્યા છે, તેમને CPR આપવામાં આવી રહ્યું છે.

દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યુન સુક-યોલે આ વિસ્તારમાં ઈમરજન્સી મેડિકલ ટીમ મોકલવાનો આદેશ આપ્યો છે. સિઓલના યોંગસન ફાયર

વિભાગના વડા ચોઈ સિઓંગ-બીઓમે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, મૃતકોની સંખ્યા વધી શકે છે. કારણ કે, ઇમરજન્સી વર્કર હજૂ પણ ઘાયલોને હોસ્પિટલમાં લઈ જઈ રહ્યા છે.

દક્ષિણ કોરિયાની યોનહાપ ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, ઇમરજન્સી અધિકારીઓને શ્વાસ લેવામાં તકલીફ ધરાવતા લોકોના ઓછામાં ઓછા 81 કોલ મળ્યા હતા. સિયોલની નેશનલ ફાયર એજન્સીના અધિકારી ચોઈ ચેઓન-સિકના જણાવ્યા અનુસાર, શનિવારની રાત્રે ઇટાવાન લેસર જિલ્લામાં હેલોવીન તહેવાર દરમિયાન ભીડ વધુ બની હતી.

ઘાયલોની સંખ્યા હજૂ સ્પષ્ટ નથી, પરંતુ નાસભાગમાં લગભગ 100 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આવા સમયે, જેમને કાર્ડિયાક અરેસ્ટની સમસ્યા હતી તેમને CPR આપવામાં આવ્યું છે.

English summary
150 people died, many suffered cardiac arrest in the stampede at the Halloween festival in South Korea
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X