શ્રીલંકામાં 16 માછીમારોની ધરપકડ, હોડી જપ્ત

શ્રીલંકાઇ નૌસેના એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ માછીમારોને આજે કલપીતિયાના તટ નજીક પાસેથી પકડવામાં આવ્યાં છે. ધરપકડ બાદ નૌસેનાએ તેમને કલપીતિયા પોલીસના હવાલે કરી દિધા છે. બંને દેશોના માછીમારો એકબીજાની સીમામાં પ્રવેશના મુદ્દે અવારનવાર તણાવ પેદા કર્યા છે.
શ્રીલંકાના માછીમારોએ ગત મહિને આ માંગને લઇને પ્રદર્શન કર્યું હતું કે ભારતીય માછીમારોને શ્રીલંકાઇ સમુદ્રી પ્રવેશથી રોકવામાં આવે.
તમિલનાડુના માછીમારો પર શ્રીલંકાઇ નેવીએ કર્યો હુમલો
રામેશ્વરમ: સમુદ્રમાં કાતચાથીવૂ દ્રિપ નજીક માછલી પકડવા દરમિયાન તમિલનાડુના કેટલાક માછીમારો આજે શ્રીલંકાઇ નેવીના કર્મીઓએ તેમના પર પથ્થર તથા બોટલો વડે હુમલો કર્યો હતો જેથી તેમની હોડીઓને નુકસાન પહોંચ્યું હતું.
અધિકારીઓના જણાવ્યા અનુસાર રામેશ્વર, મંડપમ અને રામનાથપુરમ તથા નાગપટ્ટમ જિલ્લાના તટીય વિસ્તારના માછીમારો આજે સવારે કાતચાથીવૂ નજીક લગભગ 1400 હોડીઓમાં માછલી પકડી રહ્યાં હતા ત્યારે એક નાની હોડીમાં આવેલા શ્રીલંકાઇ નેવીના કર્મચારીઓએ તેમના પર કથિત રીતે હુમલો કર્યો હતો.
નાગપટ્ટમ મત્સ્ય વિભાગના નિર્દેશક ગુનાશેખરના જણાવ્યા અનુસાર તે લોકોએ માછીમારો પર કથિત રીતે પથ્થર અને બોટલો ફેંકી હતી. તે માછલી પકડવાની 10 જાળને પણ છીનવી લીધી હતી, માછીમારોએ જણાવ્યું હતું કે મોટાભાગે શ્રીલંકા નેવી દ્રારા સતત થતા પથ્થરમારાના કારણે માછલી પકડવા જતા નથી. ભારતે 1970માં એક કરાર મુજબ કાતચાથીવૂ દ્રિપ શ્રીલંકાને હસ્તાંતરિત કર્યો હતો.












Click it and Unblock the Notifications
