અમેરિકામાંથી ક્યાં ગાયબ થઇ ગયા 163 વૈદિક પંડિત!

Posted By:
Subscribe to Oneindia News

શિકાગો, 27 જાન્યુઆરી: કહેવામાં આવે છે કે અમેરિકા જેવા વિકસિત દેશોમાં કર્મચારી માટે ઘણી બધી સારી સુવિધાઓ ઉપલબ્ધ છે, પરંતુ એક મીડિયા રિપોર્ટ અનુસાર અમેરિકાના લોવા સ્થિત મહર્ષિ વૈદિક સિટીમાંથી કેટલાક વૈદિક પંડિત એટલા માટે એટલા માટે ભાગી ગયા છે કારણ કે ત્યાં પરિસ્થિતીઓ એકદમ દયનીય હતી.

એક મીડિયા રિપોર્ટમાં એમ કહેવામાં આવ્યું હતું કે ઉત્તર ભારતના ગામમાંથી અમેરિકા લાવવામાં આવેલા લગભગ 163 વૈદિક પંડિત લોવા સ્થિતી મહર્ષિ વૈદિક સિટીમાંથી ગત વર્ષે ગુમ થયા હતા. શિકાગો આધારિત સાપ્તાહિક જ ઇન્ડિયાએ એક રિસર્ચ રિપોર્ટમાં આરોપ લગાવ્યો છે કે અમેરિકા લાવવામાં આવેલા વૈદિક પંડિત દયનીય પરિસ્થિતીમાં રાખવામાં આવ્યા હતા અને તેમને પ્રતિ કલાક 75 સેંટથી ઓછું વેતન ચૂકવવામાં આવે છે.

સમાચાર પત્રએ યુનિવર્સિટીના પ્રમુખના હવાલેથી જણાવ્યું હતું કે લોકો ઇમીગ્રેશન ઉદેશ્યો માટે અથવા અમેરિકા સપનોને પુરા કરવા માટે સીમા પાર કરીને નિકળી ગયા. જો કે મહર્ષિ વૈદિક સિટીમાંથી કોઇ તાત્કાલિક પ્રતિક્રિયા મળી શકી નથી જ્યાં લગભગ 1050 પંડિત છે.

vedic-pandits

અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ભારતીય રાજદૂત દેવયાની ખોબરાગડે પર અમેરિકી વહિવટીતંત્રએ આરોપ લગાવ્યો છે કે તેમને પોતાની ઘરેલૂ નોકરાણીને નક્કી માપદંડોથી ઓછું વેતન આપ્યું. અમેરિકામાં નક્કી વતનથી ઓછું વેતન આપવું કાયદીય ગૂનો છો, એવામાં ભારતીય વૈદિક પંડિતોને 75 સેંટ પ્રતિકલાક આપવા શું કાયદાનું ઉલ્લંઘન નથી? શું અમેરિકા દ્વારા હવે મહર્ષિ વૈદિક સિટીના અધિકારીઓ પર કોઇ કાર્યવાહી કરવામાં આવશે? ક્યારે અમેરિકન પોલીસ ગુમ પંડિતોની શોધખોળ શરૂ કરશે? એવામાં પ્રશ્ન છે કે જેનો જવાબ કદાચ અમેરિકી તંત્ર પાસે ન હોય, પરંતુ તેમને આ પ્રશ્નોના જવાબ આપવા જરૂરી રહેશે. અમેરિકા જે માપદંડો બીજા દેશના લોકો માટે લાગૂ કરે છે, પહેલાં તે માપદંડો અને કાયદાને પોતાના પર લાગૂ કરવા જોઇએ.

English summary
In a shocking revelation, as many as 163 Indians, most of them brought to the US as teenagers from villages in northern India to be trained into Vedic Pandits by two institutions set up by Maharishi Mahesh Yogi of transcendental meditation fame, appear to have gone missing over the last 12 months.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.