For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

G7 કોન્ફ્રેન્સમાં ભાગ લેવા ગયેલા બે ભારતીય પ્રતિનિધિ કોરોના પોઝિટિવ, આખી ટીમ ક્વોરેન્ટાઈન

G7 કોન્ફ્રેન્સમાં ભાગ લેવા ગયેલા બે ભારતીય પ્રતિનિધિ કોરોના પોઝિટિવ, આખી ટીમ ક્વોરેન્ટાઈન

|
Google Oneindia Gujarati News

લંડમાં જી-7 વિદેશમંત્રિઓની બેઠકમાં ભાગ લેવા ગયેલા ભારતીય પ્રતિનિધિઓના દળે ક્વોરેન્ટાઈન થવું પડ્યું છે. ભારતીય પ્રતિનિધિઓની ટીમના બે સભ્યો કોરોનાવાયરસ પોઝિટિવ થયા છે, જે બાદ ભારતીય પ્રતિનિધિઓની આખી ટીમે ખુદને આઈસોલેટ કરી લીધા છે. 7 સભ્યો વાળી ભારતીય ટીમ જી-7 કોન્ફ્રેન્સમાં ભાગ લેવા લંડન ગઈ છે, જેમાંથી 2 સભ્યો કોરોના પોઝિટિવ થઈ ગયા છે. આ ટીમમાં ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર પણ સામેલ છે.

2 ભારતીય અધિકારી કોરોના પોઝિટિવ

2 ભારતીય અધિકારી કોરોના પોઝિટિવ

બ્રિટેન સરકારે કહ્યું કે કોવિડ 19 ટેસ્ટ દરમ્યાૈન બે ભારતીય અધિકારી કોરોના સંક્રમિત જણાયા છે, જે બાદ આખી ભારતીય ટીમે ખુદને સેલ્ફ આઈસોલેટ કરી લીધા છે. બ્રિટનની સરકારે કહ્યું કે જી-7 કોન્ફ્રેન્સને લઈ ઘણી આકરી તપાસ થઈ રહી છે અને આ સંમેલનમાં ભાલ લેનારા પ્રતિનિધિઓનો દરરોજ કોવિડ 19 ટેસ્ટ કરવામાં આવે છે. જો કે ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરનો કોવિડ 19 ટેસ્ટ નેગેટિવ આવ્યો છે.

બ્રિટિશ ગૃહમંત્રીને મળ્યા એસ જયશંકર

બ્રિટિશ ગૃહમંત્રીને મળ્યા એસ જયશંકર

સ્કાઈ ન્યૂઝ રિપોર્ટર જો પાઈકે ટ્વીટ કરતા કહ્યું કે ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરનો કોવિડ રિપોર્ટ નેગેટિવ છે અને તેમણે મંગળવારે બ્રિટેનની ગૃહમંત્રી પ્રીતિ પટેલ સાથે મુલાકાત કરી છે. હવે સ્કાઈ ન્યૂઝ રિપોર્ટર જો પાઈકે કહ્યું કે ભારતીય પ્રતિનિધિમંડળ વર્ચ્યુઅલી આ મીટિંગમાં સામેલ થશે. જણાવી દઈએ કે ભારત જી-7નો સ્થાયી સભ્ય નથી પરંતુ ભારતને પાછલા કેટલાય વર્ષોથી જી-7ની મીટિંગમાં આમંત્રિત કરવામાં આવે છે. જી-7ના સભ્યોએ ભારતને પણ આ ગ્રુપમાં જોડવા માટે કેટલીયવાર વકાલત કરી છે. જ્યારે બ્રિટેન સ્થિત ભારતીય દૂતાવાસે હજી સુધી બે ભારતીય પ્રતિનિધિઓના કોવિડ 19 રિપોર્ટ પોઝિટિવ આવવા પર કોઈ પ્રતિક્રિયા નથી આપી.

G7 પર ભારતનું વલણ

G7 પર ભારતનું વલણ

આગામી વર્ષોમાં ભારત પોતાની ઈકોનોમીને વધારી 5 ટ્રિલિયન ડૉલર કરવા માંગે છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની અર્થવ્યવસ્થાને 5 ટ્રિલિયન ડૉલર સુધી પહોંચાડવાનો લક્ષ્ય રાખ્યો છે. હાલ ભારતની અર્થવ્યવસ્થાનો આકાર 3 ટ્રિલિયન ડૉલરની નજીક છે. જો કે પાછલા વર્ષે કોરોના વાયરસના કારણે લગાવવામાં આવેલ લૉકડાઉને ભારતીય અર્થવ્યવસ્થાને વડો ઝાટકો આપ્યો છે, છતાં ભારતનો લક્ષ્ય બદલ્યો નથી. પોતાના લક્ષ્યને પૂરું કરવા માટે ભારત પણ G7 ગ્રુપમાં સામેલ થવા માંગે છે, જેથી ભારતીય ઉદ્યોગોને યૂરોપીય બજારમાં છૂટ સાથે ટેક્નોલોજી મળી શકે.

સુરતના વકીલોનો અભૂતપૂર્વ નિર્ણય, રેમડેસિવિરની કાળાબજારી કરનારાઓનો કેસ નહિ લડેસુરતના વકીલોનો અભૂતપૂર્વ નિર્ણય, રેમડેસિવિરની કાળાબજારી કરનારાઓનો કેસ નહિ લડે

English summary
2 Indian delegates at UK G7 Summit test positive for Covid-19, Jaishankar to attend virtually
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X