For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો શું છે જિકા વાયરસ, જેને બાળકોને બનાવ્યા છે તેના ટાર્ગેટ

|
Google Oneindia Gujarati News

બ્રાઝિલની રાજધાની રિયો ડી જનેરો આ વર્ષે ઓલ્મપિક રમતોનું આયોજન કરવાની છે. ત્યારે અહી ફેલાયેલા જિકા વાયરસના કારણે શું તે સફળ રીતે આ રમતોનું આયોજન કરી શકે કે કેમ તે સવાલ ઊભો થયો છે.

બ્રાઝિલે તેના પડોશી દેશોને જિકા વાયરસ સાથે લડવા માટે સામે આવવા અને સાથ આપવાનો આગ્રહ કર્યો છે. આ વાયરસના કારણે ક્ષતિગ્રસ્ત માથા વાળા બાળકો પેદા થઇ રહ્યા છે. વળ આ વાયરસ એટલી તેજીથી વધી રહ્યો છે કે અમેરીકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પણ આ પર રિચર્સ તેજ કરવાનું કહ્યું છે.

virus

આ વાયરસ અમેરિકા અને યુરોપથી આવતા યાત્રીઓને પણ સંક્રમિત કરી રહ્યો છે. નોંધનીય છે કે આ વાયરસ મચ્છરના કારણે ફેલાઇ રહ્યો છે કહેવાય છે કે આ કારણે મોટી સંખ્યામાં અવિકસિત માથા વાળા કે પછી અસામાન્ય રીતે નાના માથા વાળા બાળકો પેદા થઇ રહ્યા છે.

રિયો ઓગસ્ટમાં ઓલ્મપિક રમતોની મેજબાની કરશે. ત્યારે વર્તમાન સ્થિતીએ અધિકારીઓની મુશ્કેલી ચાર ગણી વધારી છે. નોંધનીય છે કે વાયરસ લેટિન અમેરિકાના 20 દેશોમાં ફેલાઇ ચૂક્યો છે. વિશ્વ સ્વાસ્થય સંગઠન મુજબ કેનેડા અને ચીલીને છોડીને પ્રત્યેક અમેરિકી રાજ્યમાં તેના ફેલાવાની શક્યતા છે. વધુમાં હાલ તો આ વાયરસનો કોઇ ઇલાજ નથી. અને આવા મચ્છરોથી બચવું જ આનો હાલનો એક માત્ર ઉપાય છે.

English summary
20 countries now suffering from dangerous Zika virus. This is to be remembered Brazil's capital city Rio has to host Olympics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X