પાછલા 24 કલાકમાં અમેરિકામાં કોરોનાથી 2200 લોકોના મોત, સંક્રમિતોની સંખ્યા 10 લાખ

પાછલા 24 કલાકમાં અમેરિકામાં કોરોનાથી 2200 લોકોના મોત, સંક્રમિતોની સંખ્યા 10 લાખ

ન્યુયોર્કઃ અમેરિકામાં કોરોના વાયરસ સંક્રમણ ઘટવાનું નામ નથી લઈ રહ્યું. અહીં સંક્રમિત લોકોની સંખ્યા 10 લાખને પાર પહોંચી ગઈ છે. પાછલા 24 કલાક દરમિયાન 2200 લોકોના કોરોના વાયરસથી મોત થયા છે. અમેરિકામાં દરરોજ હજારો લોકોના કોરોના વાયરસ સંક્રમણથી મોત થઈ રહ્યા છે. મંગળવારે અમેરિકામાં 1303 લોકોના મોત થયા હતા. આની સાથે જ આખી દુનિયામાં સંક્રમિત લોકોની સંખ્યા 30 લાખને પાર પહોંચી ગઈ છે, જેનાથી એક તૃતિયાંશ સંક્રમિત લોકો એકલા અમેરિકામાં જ છે.

coronavirus

જૉન હોપકિંસ યૂનિવર્સિટી મુજબ અમેરિકામાં કોરોના સંક્રમણના કુલ 10 લાખથી વધુ મામલા થઈ ગયા છે. જ્યારે મૃતકોની સંખ્યા 58365ને પાર પહોંચી ગઈ છે. આ દરમિયાન અમેરિકાના કેટલાક પ્રદેશ લૉકડાઉન બાદ શહેર ખોલવાની તૈયારીમાં છે. ટેક્સાસના ગવર્નરે કહ્યું કે ગુરુવારે ઘરે રહેવાનો નિર્દેશ ખત્મ થઈ રહ્યો છે. સાથે જ અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ માંસ વેચવા માટે એગ્જીક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરી શકે છે.

અમેરિકામાં માત્ર ત્રણ મહિનામાં કોરોના વાયરસતી 58 લોકોના મોત થયા છે. આ આંકડો વિયેતનામ યુદ્ધમાં મરનાર જવાનોની સંખ્યાથી પણ વધુ છે. જણાવી દઈએ કે 10 વર્ષ સુધી ચાલેલ વિયેતનામ યુદ્ધમાં 58200 લોકોના મોત થયા હતા. જ્યારે માત્ર 82 દિવસમાં જ અમેરિકામાં કોરોનાથી 58365 લોકોના મોત થઈ ગયા છે. જણાવી દઈએ કે અમેરિકામાં કોરોના વાયરસથી પહેલું મોત 6 ફેબ્રુઆરીના રોજ થયું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X