For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અચાનક કપડા કાઢીને કેમ બીચ પર પહોંચ્યા 2500 પુરુષ અને મહિલાઓ, દુનિયાભરમાં થઈ રહી છે આની ચર્ચા

મીડિયા રિપોર્ટ મુજબ ઑસ્ટ્રેલિયાના બોંડી બીચ પર હાલમાં જ 2500 લોકો એકઠા થયા. જાણો કારણ.

|
Google Oneindia Gujarati News

સિડનીઃ મીડિયા રિપોર્ટ મુજબ ઑસ્ટ્રેલિયાના બોંડી બીચ પર હાલમાં જ 2500 લોકો એકઠા થયા. તેમાં પુરુષો સાથે મહિલાઓ પણ મોટી સંખ્યામાં હતી. જો કે, નવાઈની વાત એ હતી કે બધા કપડા વિના બીચ પર આવ્યા હતા. જોતજોતામાં ત્યાંના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા. હાલમાં દુનિયાભરમાં આની ચર્ચા થઈ રહી છે.

કેમ્પેઈનની ચર્ચા દુનિયાભરમાં થઈ રહી છે

કેમ્પેઈનની ચર્ચા દુનિયાભરમાં થઈ રહી છે

માહિતી મુજબ આ બધા લોકો અહીં સ્કીન કેન્સરને લઈને જાગૃતિ પેદા કરવા માટે બીચ પર એકઠા થયા હતા. આ કાર્યક્રમને અમેરિકી ફોટોગ્રાફર સ્પેંસર ટ્યુનિકે આયોજિત કર્યો. આનો હેતુ લોકોની અંદરથી શરમ કાઢીને તેમને સમયે-સમયે પોતાની સ્કિનની તપાસ કરાવવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો. હાલમાં તેનો આ આઈડિયા ઘણો હિટ રહ્યો અને તેના કેમ્પેઈનની ચર્ચા દુનિયાભરમાં થઈ રહી છે.

સ્કિન કેન્સરના મામલે ઑસ્ટ્રેલિયા વિશ્વમાં સૌથી આગળ

સ્કિન કેન્સરના મામલે ઑસ્ટ્રેલિયા વિશ્વમાં સૌથી આગળ

આ બાબતે ફોટોગ્રાફર સ્પેંસર ટ્યુનિકે કહ્યુ કે આપણી પાસે ત્વચાની તપાસ અંગે જાગૃતિ લાવવાની તક છે. હું ખૂબ જ ખુશ છુ કે મારા કૉલ પર લોકો એકઠા થયા. તેમના કહેવા પ્રમાણે, સવારના 3.30 વાગ્યાથી જ લોકો બીચ પર એકઠા થવા લાગ્યા હતા. ચેરિટી સંસ્થા સ્કિન ચેક ચેમ્પિયન્સે પણ આ કાર્યક્રમમાં મદદ કરી હતી. તેમણે કહ્યુ કે સ્કિન કેન્સરના મામલે ઑસ્ટ્રેલિયા વિશ્વમાં સૌથી આગળ છે. માટે અહીં વધુ જાગૃતિની જરૂર છે.

તમે પણ રાખો આ લક્ષણોનુ ધ્યાન

તમે પણ રાખો આ લક્ષણોનુ ધ્યાન

  • ત્વચા પર તલની સંખ્યામાં અચાનક વધારો.
  • ભૂરા અથવા લાલ રંગના ઘા.
  • લાંબા સમય પછી પણ તે ઠીક ન થવા.
  • ત્વચા પરના ઘાની પોપડી બનીને ઉતરવી.
  • આંખોની આસપાસ વારંવાર બળતરા થવી.
  • ગરદન, કાન અને ચહેરાની ત્વચા પર કારણ વિના સફેદ, મીણ જેવો ઘા બનવો.
  • એક ખુલ્લો ઘા જેમાં લોહી વહે છે, પાકે છે અને ઘણા સપ્તાહો સુધી ખુલ્લુ રહે છે.
કેન્સરના જોખમને ઘટાડવા માટે શું કરવુ

કેન્સરના જોખમને ઘટાડવા માટે શું કરવુ

  • વિટામિન ડી મેળવવા માટે સૂર્યપ્રકાશ જરૂરી છે પરંતુ વધુ પડતા સૂર્યપ્રકાશને ટાળો.
  • તમે સવારે 10 વાગ્યા સુધી અને સાંજે 4 વાગ્યા પછી જ તડકામાં જાવ.
  • સનસ્ક્રીન લગાવો કારણ કે તે માત્ર ઉનાળામાં જ નહીં પરંતુ શિયાળામાં પણ એટલુ જ જરૂરી છે. ઓછામાં ઓછા 30 SPFવાળી સનસ્ક્રીન લગાવો.
  • તમારા હાથ અને પગને તડકાથી બચાવવાનો પ્રયાસ કરો.
  • જો તમને તમારી ત્વચામાં સહેજ પણ ફેરફાર જણાય તો તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

English summary
2500 nacked men-women reached Sydney beach for skin cancer awareness
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X