For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકામાં કોરોના વાયરસથી મરનારની સંખ્યા 60 હજારને પાર, પાછલા 24 કલાકમાં 2502ના મોત

અમેરિકામાં કોરોના વાયરસથી મરનારની સંખ્યા 60 હજારને પાર, પાછલા 24 કલાકમાં 2502ના મોત

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટનઃ અમેરિકામાં સતત કોરોના વાયરસથી મૃતકોની સંખ્યામાં જબરો વધારો થઈ રહ્યો છે. પાછલા 24 કલાકમાં અમેરિકામાં 2502 લોકોના કોરોના વાયરસ સંક્રમણથી મોત થઈ ગયા છે. અગાઉ બુધવારે અહીં 2200 લોકોના મોત થયાં હતાં. આની સાથે જ અમેરિકામાં મરનારાઓની સંખ્યા 60867 થઈ ગઈ છે. અમેરિકામાં કોરોના વાયરસતી સંક્રમિત લોકોની વાત કરીએ તો આ સંખ્યા 10 લાખને પાર પહોંચી ગઈ છે. જેવી રીતે અમેરિકામાં દરરોજ હજારો લોકોના મોત થઈ રહ્યા છે, તેણે ટ્રમ્પ સરકારની મુશ્કેલી વધારી દીધી છે.

આંકડો 60 હજારને પાર

આંકડો 60 હજારને પાર

અમેરિકામાં માત્ર ત્રણ મહિનામાં કોરોના વાયરસથી 60 હજાર લોકોના મોત થઈ ગયાં છે. આ આંકડો વિયેતનામ યુદ્ધમાં મૃત્યુ પામેલ જવાનોની સંખ્યાથી પણ વધુ છે. જણાવી દઈએ કે 10 વર્ષ સુધી ચાલેલ વિયેતનામ યુદ્ધમાં 58200 લોકોના મોત થયાં હતાં. જ્યારે માત્ર 82 દિવસમાં જ અમેરિકામાં કોરોનાથી 58365 લોકોના મોત થઈ ગયાં. જણાવી દઈએ કે અમેરિકામાં કોરોના વાયરશીત પહેલું મોત 6 ફેબ્રુઆરીએ થયું હતું.

ડૉક્ટરની આત્મહત્યા

ડૉક્ટરની આત્મહત્યા

કોરોના દર્દીનો ઈલાજ કરી રહેલ ડૉક્ટર સતત કામ કરી રહ્યા છે. દર્દીને પોતાની આંખો સામે દમ તોડતા જોઈ તેમની પણ હિંમત ટૂટતી જઈ રહી છે. અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં દર્દીનો ઈલાજ કરી રહેલ ટૉપ ડૉક્ટરોએ આત્મહત્યા કરી લીધી. કોરોના દર્દીના મોતથી તેઓ એટલા ઘભભરાઈ ગયા કે તેમણે આત્મહત્યા કરી લીધી.

25 ટકા મોત અમેરિકામાં જ

25 ટકા મોત અમેરિકામાં જ

જણાવી દઈએ કે વૈશ્વિક આબાદીના લગભગ 4 ટકા લોકો અમેરિકામાં રહે છે. આખી દુનિયામાં અત્યાર સુધી કુલ 3 મિલિયન એટલે કે 30 લાખ લોકો કોરોનાના શિકાર થઈ ચૂક્યા છે જેમાં એક તૃતિયાંશ લોકો અમેરિકામાં સંક્રમિત મળી આવ્યા છે. જમાવી દઈએ કે ચીનમાં વાયરસનો સૌથી પહેલો કેસ વુહાન શહેરમાં રિપોર્ટ થયો હતો. જ્યારે આના ચાર મહિના બાદ અમેરિકામાં 10 એપ્રિલે 5 લાખ લોકો આના શિકાર થઈ ગયા હતા. જણાવી દઈએ કે દુનિયાભરમાં કોરોના વાયરસથી મરનાર 2,25,000થી વદુ થઈ ચૂક્યો છે જેમાં 25 ટકા અથવા 60 હજાર મોત અમેરિકામાં જ થયાં છે.

બીજા રાજ્યમાં ફસાયેલ લોકોને લઇ જઇ શકશે રાજ્યો, કેન્દ્ર સરકારે આપ્યો આદેશબીજા રાજ્યમાં ફસાયેલ લોકોને લઇ જઇ શકશે રાજ્યો, કેન્દ્ર સરકારે આપ્યો આદેશ

English summary
2502 people died of coronavirus in USA total death toll crosses 60000.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X