For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લાઇબેરિયાના ચર્ચમાં નાસભાગ મચી, 29 લોકોના મોત

લાઇબેરિયાની રાજધાની મોનરોવિયામાં એક ચર્ચના મેળાવડામાં નાસભાગમાં 29 લોકોના મોત થયા હતા. નાયબ માહિતી પ્રધાન દ્વારા ગુરુવારના રોજ રાજ્યના રેડિયોમાં આ અંગે માહિતી આપવામાં આવી હતી.

|
Google Oneindia Gujarati News

મોનરોવિયા : લાઇબેરિયાની રાજધાની મોનરોવિયામાં એક ચર્ચના મેળાવડામાં નાસભાગમાં 29 લોકોના મોત થયા હતા. નાયબ માહિતી પ્રધાન દ્વારા ગુરુવારના રોજ રાજ્યના રેડિયોમાં આ અંગે માહિતી આપવામાં આવી હતી. જલાવા ટોન્પોએ જણાવ્યું હતું કે, રાજધાનીની બહારના પડોશમાં ન્યુ ક્રુ ટાઉન ખાતે ખ્રિસ્તી પ્રર્થના કાર્યક્રમ દરમિયાન આ ઘટના બની હતી.

 Stampede at Liberia church gathering

ડોક્ટર્સે જણાવ્યું કે, 29 લોકો મૃત્યુ પામ્યા છે અને કેટલાક ગંભીર યાદીમાં છે. ટોન્પોએ નજીકની હોસ્પિટલમાંથી રાજ્ય રેડિયો પર જણાવ્યું હતું કે, આ દેશ માટે દુઃખદ દિવસ છે.

એક્ઝોડસ મોરિયાસ નામના એક સ્થાનિકે જેણે ઇવેન્ટમાં હાજરી આપી હતી તેણે રોઇટર્સને જણાવ્યું હતું કે, સશસ્ત્ર માણસોના એક જૂથે લૂંટ ચલાવવાના પ્રયાસમાં ભીડ પર ધસી આવી હતી, જે કારણે નાસભાગ શરૂ થઈ હતી.

મોરિયાસે જણાવ્યું કે, "અમે કટલેસ અને અન્ય હથિયારો સાથે માણસોનું એક જૂથ ભીડ તરફ આવતા જોયું હતું. દોડતી વખતે, કેટલાક લોકો નીચે પડી ગયા અને અન્ય લોકો જમીન પર પડેલા લોકો પર દોડીને જઇ રહ્યા હતા.

ઝોગોસ તરીકે ઓળખાતી લાઇબેરીયન સ્ટ્રીટ ગેંગના બેન્ડ સામાન્ય રીતે માચેટ્સ અને અન્ય નાના હથિયારો વડે લૂંટ કરે છે. પોલીસ પ્રવક્તા મોસેસ કાર્ટરે આ ઘટનાનું કારણ શું હતું તે અંગે કોઇપણ પ્રકારનું નિવેદન આપવાનો કરવાનો ઇન્કાર કર્યો હતો. તેમણે કહ્યું કે, હાલ તપાસ ચાલી રહી છે.

રાષ્ટ્રપતિ જ્યોર્જ વેહ, જેઓ ગુરુવારની બપોરે સ્થળની મુલાકાત લે તેવી અપેક્ષા હતી, તેમણે ત્રણ દિવસના રાષ્ટ્રીય શોકની ઘોષણા કરી અને જણાવ્યું છે કે, લાઇબેરિયન રેડ ક્રોસ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીને પીડિતોને મદદ કરવા માટે બોલાવવામાં આવી હતી.

English summary
29 people were died in Stampede at Liberia church gathering.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X