પાકિસ્તાનમાં હવાઇ હુમલામાં 26 આતંકવાદી ઠાર

સુરક્ષા અધિકારીઓ દ્વારા આ જાણકારી આપતા જણાવ્યું કે કજઇ અને ખૈબર કબાયલી વિસ્તારમાં ગઇકાલે આતંકવાદી ઠેકાણાઓને નિશાનો બનાવીને હવાઇ હુમલા કરવામાં આવ્યા અને વાયુદળે પોતાના મિશનને સફળતાપૂર્વક પાર પાડ્યું. એજેન્સીના જણાવ્યા અનુસાર આરગંજુ, સાપરસોક અને તનબોહમાં હુમલો કરવામાં આવ્યો હતો.
સુરક્ષા અધિકારીઓના હવાલાથી પાકિસ્તાની ટીવી ચેનલોઓએ બતાવ્યું હતું કે અત્રે 9 આતંકવાદી માર્યા ગયા અને ઘણા અન્ય ઘાયલ થઇ ગયા. વિસ્તારમાં ત્રણ આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરી નાખ્યો.
લડાકુ વિમાનોએ ખૈબર એજન્સીના દાવથોઇ વિસ્તારમાં આતંકવાદી ઠેકાણાઓને પણ નિશાનો બનાવ્યા જેમાં પણ 20 જેટલા આતંકવાદીઓ માર્યા ગયા. જેમાં તેમના એક કમાન્ડરનો પણ સમાવેશ થાય છે. અધિકારીઓએ જણાવ્યું કે આ વિસ્તારમાં આતંકવાદીઓના ચાર ઠેકાણાઓ નષ્ટ કરી દેવાયા.












Click it and Unblock the Notifications
