For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હાઉસ ઑફ રિપ્રઝન્ટેટિવ્સની પ્રાઇમરીમાં 3 ભારતીય-અમેરિકનની જીત

હાઉસ ઑફ રિપ્રઝન્ટેટિવ્સની પ્રાઇમરીમાં 3 ભારતીય-અમેરિકનોન વિજય, યુ.એસ. કોંગ્રેસનલ ઈલેક્શનનો રસ્તો બન્યો સાફ.

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટનઃ નવેમ્બર મહિનામાં અમેરિકામાં મિડ-ટર્મ ઈલેક્શન થનાર છે, જે સંબંધિત યોજાયેલ પ્રાઇમરીમાં વિપક્ષ ડેમોક્રેટિક પાર્ટીના હિરલ ટિપિરનેની, અનિતા મલિક અને સંજય પટેલનો વિજય થયો છે. હિરલ અને અનિતા મલિક એરિઝોનાથી ટિકિટ આપવામાં આવી છે જ્યારે સંજય પટેલ ફ્લોરિડાની સીટ પરથી ચૂંટણી લડશે.

hiral tripirneni

હિરલ ટિપિરનેની

હિરલ ટિપિરનેની 8મા કોંગ્રેસનલ ડિસ્ટ્રિ્ક્ટ એરિઝોનાથી બિનહરીફ ચૂંટાઈ આવ્યાં છે જ્યારે એરિઝોનાના 6ઠ્ઠા કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટમાંથી ત્રી-સ્તરિય સ્પર્ધામાંથી અનિતા મલિક ચૂંટાઈને આવ્યાં છે. નવેમ્બરમાં યોજાનાર જનરલ ઈલેક્શનમાં અનિતા મલિક તાજેતરના રિપબ્લિકન મેમ્બર ડેવિડ સ્વૈકર્ટ સામે લડશે.

હિરલ ટિપિરનેની રિપબ્લિકન પાર્ટીના ડેબિ લેસ્કો સામે ચૂંટણી લડશે, જણાવી દઈએ કે આ વર્ષે યોજાયેલ સ્પેશિયલ ઈલેક્શનમાં હિરલ ટિપિરનેનીને ડેબ્બી લેસ્કો સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે રિપબ્લિકનના વિજેતા ઉમેદવાર બિલ પોસી સામે સંજય પટેલ ચૂંટણી લડશે. 31 ઓગસ્ટે એરિઝોના અને ફ્લોરિડામાં યોજાયેલ કોંગ્રેસનલ પ્રાઈમરીમાં સંજય પટેલનો પટેલ બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા.

કંસાસ હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવના પૂર્વ સભ્ય રાજ ગોયલે કહ્યું કે, "ટેક એક્ઝિક્યુટિવ અને ઉદ્યોગ સાહસી અનિતાએ સ્માર્ટ અને નવીન રીતે કેમ્પેન ચલાવ્યું." હાલ યુ.એસ. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં ચાર ભારતીય-અમેરિકનો છે જે અત્યાર સુધીમાં યુ.એસ. કોંગ્રેસના ઈતિહાસમાં સૌથી મોટો આંકડો છે. હાલ કોંગ્રેસમાં ભારતીય મૂળના પાંચ સાંસદ છે. તેમાં કમલા હેરિસ, પ્રમિલા જયપાલ, રો ખન્ના, રાજા કૃષ્ણમૂર્તિ અને એમી બેરા (તમામ ડેમોક્રેટ્સ) સામેલ છે.

ડેમોક્રેટિક પાર્ટીના ચારેય સભ્યોએ તેમની રિપ્રઝેન્ટેટિવ પ્રાઈમરીમાં જીત મેળવી લેતાં નવેમ્બરમાં યોજાનાર ચૂંટણીમાં તેઓ ભાગ લેશે. જ્યારે અન્ય ચાર ભારતીય મૂળના અમેરિકનોએ પોતાની રિપ્રઝન્ટેટિવ કોંગ્રેનલ પ્રાઈમરી જીતીને યુએસ હાઉસ ઑફ રિપ્રઝન્ટેટિવ્સની રેસમાં સામેલ થઈ ગયા છે.

રિપબ્લિકન ભારતીય-અમેરિકન જીતેન્દર દિગનકરે રાજા ક્રિષ્નામૂર્તિને પડકાર ફેંક્યો છે. અન્ય એક રિપબ્લિકન હેરી અરોરા કનેક્ટિકટથી પ્રાઈમરીમાં જીત મેળવી છે. ઓહાયોના અફતાબબ પુરેવાલને અમેરિકાના પૂર્વ પ્રેસિડન્ટ બરાક ઓબામાએ પણ સમર્થન આપ્યું છે, જ્યારે ટેક્સાસમાંથી પૂર્વ અમેરિકન ડિપ્લોમેટ શ્રી પ્રેસ્તોન કુલકર્ણી પણ ચૂંટણી લડી રહ્યા છે. આંકડાઓ મુજબ આ વર્ષે કુલ 20 ભારતીય અમેરિકનોએ રિપ્રઝેન્ટેટિવ ચૂંટણીમાં ભાગ લીધો હતો.

English summary
3 indian-american won their respective primaries to advance to the US Congressional elections in November.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X