For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus: મેથનૉલથી મહામારી નહિ થાય, આ શકમાં ઈરાનમાં જનતાએ ઝેર પી લીધું, 300ના મોત

Coronavirus: મેથનૉલથી મહામારી નહિ થાય, આ શકમાં ઈરાનમાં જનતાએ ઝેર પી લીધું, 300ના મોત

|
Google Oneindia Gujarati News

તેહરાનઃ ઈરાનમાં પહેલે જ કોરોના વાયરસના કારણે અફરાતફરીનો માહોલ છે અને કેટલાય પ્રકારની ગેરસમજણ આ સ્થિતિને વધી બગાડી રહી છે. અહીં મેથનૉલ પીવાથી 300 લોકોના મોત થઈ ગયા છે અને 1000 લોકોની હાલત બગડી ગઈ છે. ઈરાનની મીડિયા તરફથી આપવામાં આવેલ જાણકારી મુજબ લોકોને લાગ્યું હતું કે મેથનૉલ પીવાથી કોરોના વાયરસથી જીવ બચી શકશે. ઈરાનમાં અત્યાર સુધીમાં કોવિડ-19ના કારણે 2378 લોકોના મોત થઈ ચૂક્યાં છે.

Coronavirus

સરકાર સામે બેવડો પડકાર

મેથેનૉલ પીવાથી પાંચ વર્ષના એક બાળકની આંખો ચાલી ગઈ છે. આ ઉપરાંત અહીં ખરાબ દારૂ પી લેવાથી 25 લોકોના મોત થઈ ગયા હતા. ઈરાનમાં હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર કેટલાય પ્રકારના ઉપચાર વાયરલ થઈ રહ્યા છે. જનતાનો સરકાર પર બિલકુલ પણ ભરોસો નથી અને એવામાં તેઓ આ અફવાઓને જ માનવામાં આવી રહી છે. દારૂ પીવાથી ઈરાનમાં બેન છે પરંતુ અહીં એક વ્યક્તિ તરફતી ઈન્ડસ્ટ્રીયલ આલ્કોહોલ વહેંચવામાં આવ્યું હતું. ઈરાનના સ્વાસ્થ્ય મંત્રીના સલાહકાર ડૉક્ટર હુસૈન હસનૈને કહ્યું કે બીજા દેશોમાં બસ કોરોના વાયરસ મહામારીની એકલી જ સમસ્યા છે. પરંતુ અહીં સરકારને 2 મુસીબતોથી જૂઝવું પડી રહ્યું છે. તેમણે જણાવ્યું કે દારૂ પીને આવતા લોકોનો ઈલાજ પણ કરવો છે અને પછી કોરોનાી પણ તેમને બચાવવા છે.

ઈરાનમાં ચૂંટણી થનાર છે

ઈરાનમાં સંસદીય ચૂંટણી થનાર છે અને સરકાર ભરોસો ગુમાવી ચૂકી છે. હસનૈને જણાવ્યું કે દુર્ભાગ્યથી કેટલાક પ્રાંતમાં મેથનૉલ પીવાથી મરનાર લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ઈરાનની સોશિયલ મીડિયા પર કેટલાક દિવસો પહેલા એક બ્રિટિશ સ્કૂલ ટીચરના ખોટા દાવા મુજબ વાયરલ થયો હતો કે તેમણે વ્હીસકી અને મધથી કેટલાક લોકોનો ઈલાજ કર્યો હતો. આ ઉપરાંત હેન્ડ સેનેટાઈઝર, કોવિડ-19 પર અસરકારક સાબિત થયા છે, કેટલાય લોકોએ ઈન્ડસ્ટ્રીયલ આલ્કોહોલ જેવા મેથનૉલ પીવાનું શરૂ કરી દીધું હતું. તેમને લાગ્યું કે આનાથી કોરોનાનો શિકાર થવાથી બચી શકાય છે, પરંતુ તેમણે વિચાર્યું નહિ હોય કે તેઓ ખુદ સામે ચાલીને મોતના રસ્તા તરફ વળી રહ્યા છે.

લૉકડાઉનઃ કોરોના સંકટ વચ્ચે NEET, JEEની પરક્ષા ટળી, નવી તારીખનું એલાનલૉકડાઉનઃ કોરોના સંકટ વચ્ચે NEET, JEEની પરક્ષા ટળી, નવી તારીખનું એલાન

English summary
300 died in Iran over false belief that toxic methanol kills coronavirus.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X