વિયતનામમાં છે માનવના 3500 વર્ષ જૂના અવશેષો

વિયતનામમાં ફુંગ નગુયેન કાળ અંદાજે ચાર હજાર 3500 વર્ષ પહેલા શરૂઆતી કાંસ્ય યુગ દરમિયાનની સંસ્કૃતિ હતી ફુંગ નગુયેન નામ ફુંગ નગુયેન ગામમાં એક પુરાતાત્વિક સ્થાનમાંથી લેવામાં આવ્યું છે. કેટલીક અન્ય શિલ્પકૃતિઓ પણ મળી છે, જેમાં પથ્થરની કુહાડી, ખાદ્ય પદાર્થ કાપતા ઉપકરણો, કાંસ્યની કમાન, પથ્થરમાંથી બનેલા વાસણો અને આભૂષણ, જાનવરોના સિંગડા તથા હાડકાંઓ સામેલ છે.
ડાંગ ડાઉ દેશનું સૌથી મોટું ખોદાણ સ્થળ છે, જ્યાં ઘણી શિલ્પકૃતિઓ મળી આવી છે. પુરાતત્વવિદોનું માનવું છે કે, ફુંગ નગુયેન કાળમાં આ સ્થાનના પૂર્વ ભાગમાં લોકો રહેતા હતા, જ્યારે દક્ષિણ-પશ્ચિમોત્તર વિસ્તારમાં ઘણા મકબરાઓ મળી આવ્યા છે.












Click it and Unblock the Notifications
