એક કિ.મી સુધીની તસવીર ખેંચે તેવા કેમારાનું કરાયું સર્જન

આ કેમેરાનો ઉપયોગ મુખ્યતઃ વાહનો જેવી વસ્તુઓને સ્કેન કરવા માટે કરવામાં આવશે. આ કેમેરો હજુ માનવીની ત્વચાને સ્કેન નથી કરી શકતો, જેનું કારણ એ છે કે ત્વચા લેઝરને એ રીતે પરાવર્તિત નથી કરી શકતી જે રીતે અન્ય વસ્તુઓ કરે છે. એનો અર્થ એ થયો કે જો તમે એવા કેમેરાની નજરમાં આવવાથી બચવું હોય તો નગ્ન થવું એ સહેલો ઉપાય છે.
વસ્તુઓની તસવીરો લેવા ઉપરાંત આ ટેક્નિકનો ઉપયોગ પર્વતોનું સરકવું અથવા હરિયાળીની દેખરેખ કરવા માટે કરી શકાય છે. ટીમે જણાવ્યા પ્રમાણે કેમેરો લેઝરને વિવિધ પદાર્થો તરફ ફેંકે છે અને રોશની પરત ડિટેક્ટર સુધી પહોંચવામાં લાગેલા સમયના આધારે તસવીર બનાવે છે.
આ કેમેરો એક મિલીમીટરની સટીકતાતી વસ્તુઓ રેકોર્ડ કરી શકે છે. શોધ કરતી ટીમને વિશ્વાસ છે કે તેની તસવીર બનાવતા સોફ્ટવેરમાં થોડોક સુધારો કરવામાં આવ્યા બાદ આ ટેક્નિકથી વસ્તુઓની દિશા અને ગતિ માપવામાં પણ તેનો ઉપયોગ કરી શકાય છે.
હેરિએટ વોટમાં એક શોધાર્થી ઓગનસ મેકર્થીએ કહ્યું, આ શોધે એક મોટા વિસ્તારમાં સામાન્ય, નાના લક્ષ્યની વિસ્તૃત તસવીર બનાવવાનો રસ્તો ખોલી નાખ્યો છે. એ સ્પષ્ટ છે કે આ મશીનને નાનું અને ઝડપી બનાવવાની જરૂર છે, પરંતુ અમને વિશ્વાસ છે કે એક હળવું, સંપૂર્ણ રીતે લઇ જવામાં સક્ષમ સ્કેનિંગ ડેપ્થ ઇમેઝર બનાવવું સંભવ છે અને તેનું ઉત્પાદ પાંચ વર્ષથી ઓછા સમયમાં તૈયાર થઇ શકે છે.












Click it and Unblock the Notifications
