For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બ્રાઝીલમાં કોરોનાનો તાંડવ, મૃતકોનો આંકડો 50 હજારને પાર

બ્રાઝીલમાં કોરોનાનો તાંડવ, મૃતકોનો આંકડો 50 હજારને પાર

By Staff
|
Google Oneindia Gujarati News

બ્રાસિલિયાઃ આખું વિશ્વ કોરોના મહામારી સામેલ લડાઇ રહ્યું છે, કોવિડ 19થી સૌથી વધુ પ્રભાવિત દેશોમાં બ્રાઝીલ પણ છે જે સંક્રમણના મામલે વિશ્વમાં નંબર બેની પોઝિશન પર છે, અહીં પાછલા 24 કલાકમાં 1022 લોકોના કોરોનાના કારણે મોત થયા છે, અત્યાર સુધીમાં દેશમાં કોરોનાથી સંક્રમિત 50 હજરથી વધુ લોકોના જીવ ચાલ્યા ગયા છે. બ્રાઝીલમાં સંક્રમણના શિકાર લોકોની કુલ સંખ્યા 1067579 સુધી પહોંચી ચૂકી છે, બ્રાઝીલથી સૌથી વધુ મોત એકલા અમેરિકામાં સામે આવ્યા છે.

કોરોનાએ બ્રાઝીલની મુશ્કેલી વધારી

કોરોનાએ બ્રાઝીલની મુશ્કેલી વધારી

દેશના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે કુલ મામલા 1032913 છે, જ્યારે બ્રાઝીલના પ્રેસિડેન્ટ જેયર બોલસોનારો હજી પણ કોવિડ-19ના જોખમને ઓછું આંકી રહ્યા છે, તેમનું કહેવું છે કે સામાજિક મેલ-મિલાપથી દૂરીનું અર્થવ્યવસ્થા પર સંક્રમણના મુકાબલે ક્યાંક વધુ ખરાબ અસર પડશે, જ્યારે અમેરિકાના જૉન્સ હૉપ્કિંસ વિશ્વવિદ્યાલયનું કહેવું છે કે બ્રાઝીલ દરરોજ 1 લાખ લોકો પર એવરેજ માત્ર 14 ટેસ્ટિંગ કરાવી શકે તેમ છે, જે વિશેષજ્ઞો મુજબ જરૂરતથી 20 ગણુ ઓછું છે.

વિશ્વની 9 મિલિયનથી વધુ વસતી કોરોના સંક્રમિત

વિશ્વની 9 મિલિયનથી વધુ વસતી કોરોના સંક્રમિત

જ્યારે કોરોના વાયરસના લપેટમાં આખા વિશ્વના 9 મિલિયનથી વધુ લોકો સંક્રમિત થઇ ચૂક્યા છે. આંકડા મુજબ અત્યાર સુધીમાં 90 લાખ 44 હજાર 564 લોકોમાં સંક્રમણની પુષ્ટિ થઇ છે. જેમાંથી 48 લાખ 37 હજાર 952 લોકો ઠીક થયા છે. જ્યારે 37 લાખ 35 હજાર 946 લોકો હજી પણ આ બીમારીથી લડી રહ્યા છે. આખા વિશ્વમાં 4 લાખ 70 હજાર 665 લોકોના મોત થઇ ચૂક્યાં છે. જેમાંથી માત્ર અમેરિકામાં 1 લાખ 22 હજાર 247 લોકોના મોત થયાં છે.

ભારતમાં કોરોનાનો તાંડવ

ભારતમાં કોરોનાનો તાંડવ

ભારતની વાત કરીએ તો અત્યાર સુધી અહીં કોરોનાના કુલ કેસ 4 લાખ 10 હજાર 461 થઇ ગયા છે. જેમાંથી 1 લાખ 69 હજાર 451 એક્ટિવ કેસ છે જ્યારે 2 લાખ 27 હજાર 755 લોકો સંક્રમણ મુક્ત થઇ ચૂક્યા છે, જ્યારે ગત 24 કલાકમાં ભારતમાં કોરોનાના 15413 નવા મામલા સમે આવ્યા છે અને 306ના મોત થયા છે, ભારતમાં મહારાષ્ટ્ર, દિલ્હી, તમિલનાડુ બાદ અન્ય રાજ્યોમાં પણ કોરોના વાયરસ સંક્રમણની સંખ્યા તેજીથી વધી રહી છે. તેલંગાણામાં રેકોર્ડ 730 મામલા માત્ર એક દિવસમાં સામે આવ્યા. જે અત્યાર સુધી મળેલા મામલાના 10 ટકા છે.

સતત 16મા દિવસે વધ્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ, જાણો આજનો રેટસતત 16મા દિવસે વધ્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ, જાણો આજનો રેટ

English summary
50 thousand people died in brazil due to coronavirus
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X