For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

48 મહિલા દર્દીઓ સાથે ભારતીય મૂળના ડૉક્ટરે કર્યુ યૌન શોષણ, 35 વર્ષો પછી ખુલ્યો મામલો

સ્કૉટલેન્ડમાં ભારતીય મૂળના ડૉક્ટરની શરમજનક કરતૂત સામે આવી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ સ્કૉટલેન્ડમાં ભારતીય મૂળના ડૉક્ટરની શરમજનક કરતૂત સામે આવી છે. ભારતીય મૂળના આ ડૉક્ટર છેલ્લા 35 વર્ષોમાં 48 મહિલાઓ સાથે યૌન શોષણનો દોષી ગણવામાં આવ્યો છે. કૃષ્ણા સિંહ પર આરોપ હતો કે તે મહિલા દર્દીઓને કિસ કરતો હતો, તેમને ખોટી રીતે સ્પર્શતો હતો, તેમના વિશે ખોટી ટિપ્પણીઓ કરતો હતો. જો કે, ગ્લાસગો હાઈકોર્ટમાં આરોપી કૃષ્ણાએ આ આરોપોને ખોટા ગણાવ્યા છે. કૃષ્ણા સિંહ જનરલ પ્રેકટીશનર હતો. તેનુ કહેવુ છે કે દર્દીઓની ટેસ્ટીંગની અમુક પ્રક્રિયાઓ તેણે ભારતમાં શીખી હતી.

1983-2018 વચ્ચેના ગુના

1983-2018 વચ્ચેના ગુના

રિપોર્ટ મુજબ ડૉક્ટર પર આ આરોપ 1983થી 2018 વચ્ચેનો છે. દર્દીઓ સાથે આ રીતની હરકત મુખ્ય રીતે નૉર્થ લેનાર્કશાયરમાં થઈ છે. ડૉક્ટરે આ રીતની હરકત હોસ્પિટલમાં એકસ્માતના દર્દીઓ, ઈમરજન્સીના દર્દીઓ, પોલિસ સ્ટેશન અને દર્દીઓના ઘરે વિઝિટ દરમિયાન કરી. કોર્ટમાં પ્રોસીક્યુટર એંજેલા ગ્રેએ કહ્યુ કે ડૉક્ટર કૃષ્ણા સિંહ ઘણીવાર મહિલાઓ સાથે આ રીતની હરકતો કરતો હતો. આ તેમની આદતમાં શામેલ છે. ક્યારેક ડૉક્ટર સૂક્ષ્મ હરકત કરતા હતા તો ક્યારેક લોકોને ભ્રમિત કરીને અને ક્યારેક ખુલ્લેઆમ આ રીતની હરકત કરતા હતા. યૌન ગુના તેમના કામકાજનો હિસ્સો હતુ.

સમ્માનિત સભ્ય હતા ડૉક્ટર કૃષ્ણા

સમ્માનિત સભ્ય હતા ડૉક્ટર કૃષ્ણા

મહત્વની વાત છે કે ડૉક્ટર કૃષ્ણા સિંહને સમ્માનિત સભ્ય તરીકે જોવામાં આવતા હતા. ત્યાં સુધી કે તેમને બ્રિટિશ એમ્પાયર તરફથી મેડિકલ સેવાના ક્ષેત્રમાં શ્રેષ્ઠ યોગદાન માટે મેમ્બર ઑફ ધ ઑડર ઑફ ધ બ્રિટિશના ખિતાબથી નવાજવામાં આવ્યા હતા. આ બાબતે તપાસ ત્યારે શરુ થઈ જ્યારે એક મહિલાએ તેમની સામે 2018માં ફરિયાદ નોંધાવી. ત્યારબાદ ડૉક્ટરને 54 આરોપોમાં દોષી ગણવામાં આવ્યા. આ ગુના મુખ્યત્વે યૌન શોષણ અને અભદ્રતાના હતા.

સજા ન સંભળાવી

સજા ન સંભળાવી

જો કે, ડૉક્ટરને 9 મામલામાં છોડી મૂકવામાં આવ્યા છે અને તેમને આ મામલામાં દોષી ગણવામાં આવ્યા નથી. જ્યાર 2 અન્ય મામલામાં પણ ડૉક્ટરને આરોપોમાથી મુક્ત કરવામાં આવ્યા છે. જો કે, જજે આ કેસમાં હજુ સુધી સજા સંભળાવી નથી. જજે આગલી સુનાવણી સુધી સજા નહિ સંભળાવવાનો નિર્ણય કર્યો છે. આ કેસમાં સજા આગલા મહિને સંભળાવવામાં આવશે. પરંતુ જજે સિંહને કહ્યુ છે કે તે જામીન પર બહાર એક શરતે રહી શકે છે જો તે પોતાનો પાસપોર્ટ સરેન્ડર કરે તો

English summary
72 year old indian origin doctor found guilty of assault against 48 lady patients.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X