US: એટલાન્ટામાં ત્રણ અલગ અલગ મસાજ પાર્લરમાં થઈ અંધાધૂંધ ફાયરિંગ, 4 મહિલાઓ સહિત 8ના મોત
એટલાંટામાં ત્રણ અલગ અલગ મસાજ પાર્લરમાં અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યુ છે જેમાં 8 લોકોના મોત થઈ ગયા છે.
વૉશિંગ્ટનઃ એક મોટા સમાચાર એટલાંટાથી છે જ્યાં ત્રણ અલગ અલગ મસાજ પાર્લરમાં અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યુ છે જેમાં 8 લોકોના મોત થઈ ગયા છે. મરનાર લોકોમાં 4 એશિયાઈ મૂળની મહિલાઓ છે. જ્યોર્જિયા રાજ્યના શહેર એટલાંટામાં ત્રણ મસાજ પાર્લરોને નિશાન બનાવવામાં આવ્યા છે. તેમાં બે પાર્લર એકબીજા સામ-સામે હોવાનુ જણાવાઈ રહ્યુ છે. હાલમાં પોલિસ ઘટના સ્થળ પર છે અને તપાસમાં લાગી છે. પ્રશાસન એ વિશે જાણવાની કોશિશ કરી રહી રહ્યુ છે કે શું ત્રણે ઘટનાઓ એકબીજા સાથે જોડાયેલી છે? દરેક વિસ્તારના અધિકારીઓનુ કહેવુ છે કે હજુ સુધી હુમલાનુ કારણ જાણવા મળ્યુ નથી.

વળી, ચેરોકી શૂટિંગમાં પોલિસે એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ પણ કરી છે. આ વિશે ચેરોકી કાઉન્ટીના શેરિફના પ્રવકતાએ માહિતી આપી છે કે પહેલા અમને સમાચાર મળ્યા હતા કે યંગ્ઝ એશિયન મસાજ પર ફાયરિંગ થઈ રહ્યુ છે ત્યારબાદ પોલિસ ઘટના સ્થળે પહોંચી તો ત્યાં ઘટના સ્થળે 5 લોકોને ગોળી વાગી હતી જેમાં 2ના મોત થઈ ગયા હતા અને બાકી 3ની સ્થિતિ ગંભીર હતી. ત્રણેને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા જેમાંથી બે લોકોએ ઈલાજ દરમિયાન દમ તોડી દીધો. વળી, આના એક કલાક બાદ પોલિસને સમાચાર મળ્યા કે ગોલ્ડ મસાજ સ્પા અને અરોમા થેરેપી સ્પામાં પણ જોરદાર ફાયરિંગ થયુ છે.
અમે જલ્દી સત્યની શોધી લઈશુઃ પોલિસ
ઘટનાની માહિતી બાદ પોલિસ પહોંચી ત્યાં 4 લોકોના મોત થઈ ચૂક્યા હતા અને આ બંને સ્પા સામ-સામે હોવાનુ જણાવાઈ રહ્યુ છે. મરનારમાં 4 એશિયાઈ મહિલાઓ છે. અધિકારીઓએ કહ્યુ છે કે હાલમાં બધા ફાયરિંગમાં શું કનેક્શન છે તે વિશે હજુ કંઈ કહી શકાય નહિ. ઘટનાની તપાસ ચાલી રહી છે, અમે જલ્દી સત્ય શોધી લઈશુ. હાલમાં આ ઘટના બાદથી વિસ્તારમાં ડર ફેલાઈ ગયો છે.












Click it and Unblock the Notifications
