For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકામાં મહિલાએ જીતી 59 કરોડ ડોલરની લોટરી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

gloria-mackenzie
વોશિંગ્ટન, 6 જૂન: કહેવાય છે ને કે 'ઉપરવાલા જબ દેતા હૈ...તો છપ્પર ફાડ કે દેતા હૈ'. આ કહેવત અમેરિકાના ફ્લોરિડા પ્રાંતની 84 વર્ષની એક મહિલાએ એકદમ ફિટ બેસે છે. આ મહિલાને 59.05 ડોલરનો જેકપોટ જીત્યો છે.

ટામ્પામાં ફ્લોરિડા લોટરી સેકેટ્રરી સિંથિયા ઓકોનેલે સંવાદદાતાઓને જણાવ્યું હતું કે ગ્લોરિયા મૈકેંજી નામની અ મહિલાએ 30 વર્ષના સમયગાળામાં પૂરી રકમ લેવાના બદલે એક જ વારમાં 37.09 કરોડ ડોલરની રાશિ લેવાનો નિર્ણય કર્યો છે.

અધિકારીઓનું કહેવું છે કે ટામ્પા શહેરથી 48 કિલોમીટર ઉત્તર પૂર્વમાં સ્થિત જેફિરહિલ્સ નામના સ્થળ પર ગ્લોરિયાએ પબલિક્સ સુપર માર્કેટમાંથી લોટરીની ટિકિટ ખરીદી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે ગત 21 વર્ષોના ઇતિહાસની આ સૌથી મોટી લોટરી છે.

અમેરિકામાં 42 પ્રાંતોનું સુપરમાર્કેટૅ અને બીજા સર્વિસ સ્ટેશનો પર આ જેકપોટની ટિકિટ મળે છે. દરેક ટિકટની કિંમત બે ડોલર હોય છે. ગ્લોરિયાએ એક નિવેદનમાં કહ્યું હતું કે તે પોતાના પુત્રની સાથે આ રકમને વહેંચશે.

English summary
An 84-year-old Florida widow who bought her Powerball ticket after another customer let her get ahead in line came forward Wednesday to claim the biggest undivided lottery jackpot in history: $590 million.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X