પાકિસ્તાનમાં 9 વિદેશી પર્યટકો સહિત 10 લોકોની હત્યા

પોલીસ કમિશ્નર અલી શેરે સંવાદદાતાને જણાવ્યું હતું કે હથિયારધારી વ્યક્તિઓ હોટલમાં ઘૂસી આવ્યો હતો અને વિભિન્ન દેશોના સહેલાણીઓની હત્યા કરી દિધી હતી. તેમને 10 લોકોની હત્યાની પુષ્ટિ કરી છે. પોલીસે આ વિસ્તારની ઘેરાબંધી કરી દિધી છે અને હુમલાખોરોની શોધખોળ માટે અભિયાન શરૂ કરી દિધું છે.
રિપોર્ટ અનુસાર મૃતકોમાં યૂક્રેનના પાંચ, ચીનના ત્રણ, રૂસના એક અને પાકિસ્તાનના એક વ્યક્તિનો સમાવેશ થાય છે. ગિલગિટ-બલ્ટિસ્તાનમાં આ પ્રકારની આ પ્રથમ ઘટના છે અને આને લઇને સહેલાણીઓ ખાસ કરીને વિદેશી સહેલાણીઓની સુરક્ષાને લઇને ગંભીર પ્રશ્નો ઉભા કરી દિધા છે.












Click it and Unblock the Notifications
