For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

iPhon ખરીદવા માટે દમ્પતિએ દીકરીને વેચી દીધી!

|
Google Oneindia Gujarati News

શાંઘાઇ, 19 ઓક્ટોબર: ચીનના શહેર શાંઘાઇમાં એક ચોંકાવનાર ઘટના સામે આવી છે, જ્યાં એક દમ્પતિએ એપ્પલનો આઇફોન ખરીદવા માટે પોતાની દીકરીને વેચી દીધી. જેની સામે કડક કાનૂની પ્રક્રિયા કરતા શાંઘાઇ પ્રશાસને દમ્પતિ પર 'માનવ તસ્કરી'નો કેસ દાખલ કર્યો છે. ચીનના સમાચાર પત્ર 'લિબરેશન ડૈલી'ના અનુસાર દમ્પતિએ ઓનલાઇન પોતાની દીકરીનો સોદો કર્યો અને રૂપિયા પણ લીધા.

સમાચાર પત્રએ મહિલાનું નામ જણાવ્યું નથી પરંતુ લખ્યું છે કે તે મહિલાએ એ રૂપિયાથી આઇફોન, સ્પોર્ટ્સ શૂઝ અને બીજી અન્ય ચીજવસ્તુઓ ખરીદી હતી. નોંધનીય છે કે એપ્પલની પ્રોડક્ટ્સ ચીનમાં ખૂબ જ પ્રચલિત છે. જોકે મહિલાએ આરોપોનું ખંડન કરતા જણાવ્યું કે તે તેની દીકરીનું સારું એવું ભરણ પોષણ કરવા માગતી હતી માટે તેણે તેને બીજાને સોંપી દીધી.

iphon
પોલીસે ખુલાસો નથી કર્યો કે મહિલાએ પુત્રીના બદલે કેટલા રૂપિયા લીધા પરંતુ ઓનલાઇન તેની કિંમત 30,000 અને 50,000 યુઆન (49000 ડોલર અને 8200 ડોલર) રાખવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે આવી જ એક ઘટના ગયા વર્ષે પણ પ્રકાશમાં આવી હતી. જ્યારે એક વ્યક્તિએ આઇપેડ અને આઇફોન ખરીદવા માટે પોતાની એક કિડની વેચી દીધી હતી.

English summary
A couple in Shanghai (China) sold their daughter and buy an iphone. In same incident last year a man sold his kidney and baught an iphone.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X