કાબુલ બોમ્બ વિસ્ફોટ: 80 લોકોની મોત, 350થી વધુ લોકો ઇજાગ્રસ્ત

Posted By:
Subscribe to Oneindia News

અફધાનિસ્તાનની રાજધાની કાબુલમાં ભારતીય દૂતાવાસ સામે એક મોટો બોમ્બ વિસ્ફોટ થયો છે. રિપોર્ટ મુજબ વિસ્ફોટ એટલો મોટો હતો કે દૂર દૂર પણ તેનો ધુમાડો સ્પષ્ટ દેખાતો હતો. આ વિસ્ફોટ ભારતીય દૂતાવાસની 50 મીટરની દૂરી પર કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિત મુજબ આ વિસ્ફોટ જર્મની અને ભારતીય દૂતાવાસની વચ્ચે થયો છે. હાલ જ અફધાનિસ્તાન દ્વારા આ વિસ્ફોટમાં 80 લોકોની મોત અને 300 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. જાણકારોનું માનવું છે કે બોમ્બ વિસ્ફોટ દ્વારા ભારતીય અને જર્મની બન્ને અંગે એક રીતે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જર્મનીની મુલાકાત લીધી હતી. અને ભારત અને જર્મનીના સંબંધો હાલ સુમેળ ભર્યા છે. ત્યારે ભારતીય અને જર્મનીના દૂતાવાસ વચ્ચે થયેલો આ બોમ્બ વિસ્ફોટ ધણું કહી જાય છે.

Kabul

ઉલ્લેખનીય છે કે હાલ સોશ્યલ મીડિયા દ્વારા આ વિસ્ફોટની કેટલીક તસવીરો બહાર આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ 80 લોકોની મોત અને 300થી વધુ લોકો ઇજાગ્રસ્ત થતા હોવાની જાણકારી બતાવે છે કે વિસ્ફોટ કેટલો પ્રચંડ હતો. આ વિસ્ફોટ પછી આજુ બાજુના વિસ્તારમાં અફરા તફરી મચી ગઇ હતી. જે બાદ સ્થાનિક પોલીસ ઇજાગ્રસ્તોને પાસેના સારવાર કેન્દ્રમાં સારવાર અર્થે લઇ જઇ રહી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ અફધાનિસ્તાનમાં અનેક વાર આવા વિસ્ફોટ થઇ ચૂક્યા છે. રમઝાનના પવિત્ર સમયે પણ આવા વિસ્ફોટો બંધ થવાનું નામ નથી લેતા તે એક દુખની વાત છે. ઉલ્લેખનીય છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અફધાનિસ્તાનમાં થયેલા આ બોમ્બ વિસ્ફોટની નીંદા કરી શોક વ્યક્ત કર્યો છે. 

English summary
A huge explosion has hit the Afghan capital in Kabul on Wednesday.
Please Wait while comments are loading...