100 દિવસની અંદર નવા અમેરિકી રાષ્ટ્રપતિએ મોદી સાથે મીટિંગ કરવી જોઇએ

Subscribe to Oneindia News

અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીને હવે બસ થોડાક જ દિવસ બાકી રહ્યા છે અને માત્ર 100 દિવસની અંદર અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાનો કાર્યકાળ ખતમ થઇ જશે. એક અમેરિકી થિંક ટેંકનું માનવુ છે કે ઓબામા પછી અમેરિકાના જે પણ નવા રાષ્ટ્રપતિ બને તેમણે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે પહેલા 100 દિવસની અંદર મુલાકાત કરવી જોઇએ.

modi

શું કહ્યું થિંક ટેંકે

અમેરિકી થિંક ટેંક સેંટર ફૉર સ્ટ્રેટેજીક એડ ઇંટરનેશનલ સ્ટડીઝ (સીએસઆઇએસ) એ એક અહેવાલ " ઇંડિયા-યુએસ સિક્યોરિટી કો-ઑપરેશન " જારી કર્યો છે. આ થિંક ટેંકે પોતાના અહેવાલ દ્વારા અપીલ કરી છે કે આગામી અમેરિકી પ્રશાસને એ સુનિશ્ચિત કરવાનુ રહેશે કે ભારત અમુક મૌલિક સમજૂતીઓ પર હસ્તાક્ષર કરે.

અમેરિકા કરે એક સમજૂતી

થિંક ટેંકનું માનવુ છે કે ભારત-અમેરિકી સુરક્ષા સંબંધોને મજબૂતી આપવા માટે આ એક મહત્વનુ પગલુ ગણાશે. થિંક ટેંકની માનીએ તો આ પ્રકારની સમજૂતી અંતર્ગત અમેરિકા અમુક નિશ્ચિત એડવાંસ્ડ સેંસિંગ, કમ્પ્યૂટિંગ અને કમ્યુનિકેશન સાથે જોડાયેલી ટેકનોલોજી ભારતને આપી શકશે નહિ. આ એવી વસ્તુઓ છે જેના વિશે ભારત વિચારે છે કે જો તેને મળશે તો તેની પોતાની સુરક્ષા ક્ષમતાઓમાં ઘણી વૃદ્ધિ થશે.

trump hillary

ઑસ્ટ્રેલિયા, ભારત અને જાપાન સાથે વાત કરવી જોઇએ

થિંક ટેંક્નુ કહેવુ છે કે આગામી પ્રશાસને ઑસ્ટ્રેલિયા, ભારત અને જાપાન સાથે મળીને કામ કરવુ જોઇએ જેથી સુરક્ષાના મુદ્દાઓ પર વાતચીત શરુ થઇ શકે. આ વાતચીતનુ પ્રતિનિધિત્વ અમેરિકી વિદેશ વિભાગ અને આ દેશોના વિદેશ મંત્રાલયે કરવુ જોઇએ. વાતચીતમાં ત્રણે દેશોના પ્રશાંત અને હિંદ મહાસાગર પર સ્થાપિત સમાન હિતોનુ ધ્યાન રખાવુ જોઇએ.

india usa relation

દ્વિપક્ષીય સંબંધ સૌથી મહત્વના

અહેવાલમાં જણાવાયુ છે કે અમેરિકી રાષ્ટ્રપતિ અને ભારતના પ્રધાનમંત્રીને બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોના મહત્વ અંગે દુનિયાને આકરો સંદેશ આપવા માટે પહેલા 100 દિવસની અંદર જ મળવુ જોઇએ.

modi-obama

મોદી અને ઓબામાની મૈત્રી

રાષ્ટ્રપતિ બરાક ઓબામાના કાર્યકાળમાં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બરાક ઓબામાની મૈત્રી પ્રગાઢ બની હતી. પીએમ મોદીના કાર્યકાળમાં જ રાષ્ટ્રપતિ ઓબામા પહેલી વાર ગણતંત્ર દિવસના અવસર પર મુખ્ય અતિથિ બન્યા હતા. આ સાથે જ તેઓ પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ બન્યા જેમણે ભારતના ગણતંત્ર દિવસ પરેડમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી.

English summary
A leading US think tank feels that new US President should meet Indian Prime Minister Narendra Modi within 100 days.
Please Wait while comments are loading...