For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

USમાં પ્રોફેસરની ગોળી મારી હત્યા, કોરોના વિશે મહત્વપૂર્વ માહિતી આપવાના હતા

અમેરિકાના પેન્સિલવેનિયામાં એક શોધકર્તા કે જે કોરોના વાયરસ વિશે ઘણી મહત્વનુ રિસર્ચ કરી રહ્યા હતા તેમનુ શબ મળવાથી હોબાળો મચી ગયો છે.

|
Google Oneindia Gujarati News

અમેરિકાના પેન્સિલવેનિયામાં એક શોધકર્તા કે જે કોરોના વાયરસ વિશે ઘણી મહત્વનુ રિસર્ચ કરી રહ્યા હતા તેમનુ શબ મળવાથી હોબાળો મચી ગયો છે. માહિતી અનુસાર વૈજ્ઞાનિકનુ ના બિંગ લ્યુ છે અને તે યુનિવર્સિટી ઑફ પિટ્સબર્ગમાં આસિસટન્ટ પ્રોફેસર હતા. પ્રોફેસર બિંગ કોરોના વાયરસ વિશે મહત્વનુ રિસર્ચ કરી રહ્યા હતા. માનવામાં આવી રહ્યુ છે કે તે જલ્દી આ વિશે અમુક મહત્વપૂર્ણ માહિતી આપવાના હતા. યુનિવર્સીટીનુ કહેવુ છે કે પ્રોફેસરની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે. પ્રોફેસર બિંગનુ શબ શનિવારે મળી આવ્યુ છે.

medical researcher

રૉસ પોલિસ વિભાગનુ કહેવુ છે કે પ્રોફેસર બિંગના માથા પર ગોળી વાગવાનુ નિશાન છે. તપાસમાં એ વાત સામે આવી છે કે કોઈ અજાણ્યા વ્યક્તિએ પ્રોફેસર બિંગને તેમના ઘરમાં ગોળી મારી દીધી ત્યારબાદ આ વ્યક્તિએ કારની અંદર ખુદને ગોળી મારી દીધી. પોલિસનુ માનવુ છે કે આ અજાણ્યો વ્યક્તિ પ્રોફેસર બિંગને જાણતો હતો. આ ઘટના બાદ વિશ્વવિદ્યાલય તરફથી નિવેદન જારી કરીને આ હત્યા પર દુઃખ વ્યક્ત કરવામાં આવ્યુ છે. વિશ્વવિદ્યાલય તરફથી કહેવામાં આવ્યુ છે કે બિંગ લ્યુના મોતથી અમે ખૂબ દુઃખી છીએ. તે ખૂબ સારા પ્રોફેસર હતા અને તેમના સહયોગી તેમની પ્રશંસા કરતા હતા. લ્યૂના પરિવાર, સંબંધીઓ, દોસ્તો પ્રત્યે પણ વિશ્વવિદ્યાલયે સંવેદના વ્યક્ત કરી છે.

બાયોલૉજી વિભાગ તરફથી નિવેદન જારી કરીને કહેવામાં આવ્યુ છે કે બિંગ કોરોના વાયરસ વિશે મહત્વની શોધ કરી રહ્યા હતા અને જલ્દી તે કોઈ મહત્વપૂર્ણ નિષ્કર્ષ પર પહોંચવાના હતા. વિશ્વ વિદ્યાલયમાં તેમના પૂર્વ સહયોગીનુ કહેવુ છે કે બિંગ જબરદસ્ત શોધકર્તા હતા, તેમનુ કહેવુ છે કે તે બિંગની શોધ પૂરી કરશે જેથી અમે તેમને અને તેમના કામને શ્રદ્ધાંજલિ આપી શકે. તમને જણાવી દઈએ કે બિંગે કમ્પ્યુટર સાયન્સમાં નેશનલ યુનિવર્સિટી ઑફ સિંગાપુરથી પીએચડી કર્યુ હતુ. તે પિટ્સબર્ગ સ્કૂલ ઑફ મેડિસિમાં સહાયક શોધકર્તા તરીકે કામ કરી રહ્યા હતા.

આ પણ વાંચોઃ એક જ કેસ હોવા છતાં ગયાને રેડ ઝોનમાં રાખવાના કેન્દ્ર સરકારના નિર્ણય પર સવાલઆ પણ વાંચોઃ એક જ કેસ હોવા છતાં ગયાને રેડ ઝોનમાં રાખવાના કેન્દ્ર સરકારના નિર્ણય પર સવાલ

English summary
A medical researcher who was on the verge of making significant coronavirus finding shot dead.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X