For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નોબેલ મળ્યા બાદ આવી અભિજીત બેનર્જીની પહેલી પ્રતિક્રિયા, ભારત વિશે આ કહ્યુ

નોબેલ માટે પસંદ કરાયા બાદ અભિજીત બેનર્જીની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. અભિજીતે કહ્યુ કે આ પુરસ્કાર મેળવવો અદભૂત છે.

|
Google Oneindia Gujarati News

કોલકત્તામાં જન્મેલા ભારતીય મૂળના અભિજીત બેનર્જીને અર્થશાસ્ત્રનું નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યુ છે. બેનર્જી સાથે સાથે તેમની પત્ની એસ્થર ડુફ્લો અને માઈકલ ક્રેમરને 2019ના અર્થશાસ્ત્રના નોબેલ પુરસ્કાર માટે સંયુક્ત રીતે પસંદ કરવામાં આવ્યા છે. નોબેલ માટે પસંદ કરાયા બાદ અભિજીત બેનર્જીની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. અભિજીતે કહ્યુ કે આ પુરસ્કાર મેળવવો અદભૂત છે. આ પરુસ્કાર આખા આંદોલનનો પુરસ્કાર છે.

મારા નામનુ એલાન થયુ તો ચોંકી ગયો

મારા નામનુ એલાન થયુ તો ચોંકી ગયો

અભિજીત બેનર્જીએ કહ્યુ કે મે ક્યારેય નહોતુ વિચાર્યુ કે મને આટલી જલ્દી નોબેલ મળી જશે. મારા નામનુ એલાન થયુ તો હું ચોંકી ગયો હતો. 10 વર્ષ બાદ આ અવૉર્ડ઼ મળવાની આશા કરી રહ્યો હતો. અભિજીતને પૂછવામાં આવ્યુ કે સફળતાની માહિતી મળ્યા બાદ પહેલી પ્રતિક્રિયા શું હતી તો તેમણે જણાવ્યુ કે, હું 40 મિનિટ માટે સૂઈ ગયો હતો કારણકે મને ખબર હતી કે જાગ્યાપછી મારે બહુ બધા કૉલ અટેન્ડ કરવાના છે. અભિજીતે જણાવ્યુ કે તે પોતાની મા સાથે પણ વાત ન કરી શક્યા.

અમે ગરીબી ખતમ કરવાનુ સમાધાન આપવાની કોશિશ કરી

અમે ગરીબી ખતમ કરવાનુ સમાધાન આપવાની કોશિશ કરી

બેનર્જીએ કહ્યુ કે હું, પત્ની એસ્થર ડુફ્લો અને અન્ય સાથી છેલ્લા 20 વર્ષથી આ વિષય પર કામ કરી રહ્યા છે. અમે ગરીબી ખતમ કરવાનુ સમાધાન આપવાની કોશિશ કરી. કોલકત્તામાં વિતાવેલા દિવસોમાં આનાથી જોડાયેલા વિવિધ પાસાંઓને સમજવામાં મદદ મળી. વળી, ભારતીય અર્થવ્યવસ્થા વિશે બેનર્જીએ કહ્યુ કે ભારતીય અર્થવ્યવસ્થાનો આધાર અસ્થિર છે. વર્તમાન વિકાસના આંકડાના આધારે નજીકના ભવિષ્યમાં અર્થવ્યવસ્થામાં સુધારો આવવાનો વિશ્વાસ ન કરી શકાય. છેલ્લા 5-6 વર્ષમાં ઓછામાં ઓછા આમાં કંઈ વધારો દેખાયો હતો પરંતુ હવે એ ભરોસો પણ જતો રહ્યો.

આ પણ વાંચોઃ હિસાબ બરાબર કરવા મેં ચિદમ્બરમને જેલ નથી મોકલ્યાઃ અમિત શાહઆ પણ વાંચોઃ હિસાબ બરાબર કરવા મેં ચિદમ્બરમને જેલ નથી મોકલ્યાઃ અમિત શાહ

હું છેલ્લા 20 વર્ષોથી શોધ કરી રહ્યો હતો

હું છેલ્લા 20 વર્ષોથી શોધ કરી રહ્યો હતો

અમિતાભે કહ્યુ કે ‘છેલ્લા પાંચ-છ વર્ષોમાં આપણે કમસે કમ થોડો વિકાસ તો જોયો પરંતુ હવે તે આશ્વાસન પણ ખતમ થઈ ગયુ છે. તેમણે કહ્યુ કે તેમણે જીવનમાં ક્યારેય નહોતુ વિચાર્યુ કે તેમને આટલી જલ્દી નોબેલ પુરસ્કાર મળી જશે. અભિજીત બેનર્જીએ કહ્યુ, હું છેલ્લા 20 વર્ષોથી શોધ કરી રહ્યો હતો. અમે ગરીબી નિવારવા માટે સમાધાન આપવાની કોશિશ કરી.'

English summary
Abhijit Banerjee says It is wonderful to get this prize, It is a nobel prize for entire movement
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X