'લુક ઇસ્ટ'ના સ્થાને હવે 'એક્ટ ઇસ્ટ' પોલિસી: નરેન્દ્ર મોદી
બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત-આસિયાન (ASEAN) સમિટને સંબોધિત કર્યું. તેમણે જણાવ્યું કે ભારતના પૂર્વના દેશોની સાથે ગાઢ સંબંધ રહ્યો છે. તેમની સરકારે 'લુક ઇસ્ટ પોલિસી'ના સ્થાને 'એક્ટ ઇસ્ટ પોલિસી'ને અપનાવી લીધી છે.
તેમણે જણાવ્યું કે ભારત હંમેશાથી પોતાના પાડોશી દેશોની સાથે સારા સંબંધોના પક્ષમાં રહ્યો છે. ખાસ કરીને આર્થિક વિકાસના મોર્ચા પર પગલાથી પગલા મળાવીને ચાલવા પર વિશ્વાસ રાખે છે.
મોદીએ પોતાના સંબોધનમાં શું કહ્યું
મને આસિયાન-ભારત સમિટમાં ભાગ લેવાની તક મળી છે. મ્યાંમારની ધરતી પર આવીને પ્રસન્નતા થઇ રહી છે. મ્યાંમારની સાથે અમારો સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંબંધ તો છે જ. આની ઉપરાંત મ્યાંમાર ભારતનું પૂર્વનું પ્રવેશ દ્વાર છે. રાષ્ટ્રપતિ મહોદય. હું સ્વાગત અને આદર સત્કાર માટે ધન્યવાદ આપુ છું. આ ઉત્તમ વ્યવસ્થા માટે આપનો આભાર માનું છું.
ભારતમાં હમણા જ ચૂંટણી થઇ છે. નવી સરકારના 6 મહિના થયા છે. આ દરમિયાન જેટલી પ્રબળતા અને ગતિશીલતાથી મારી સરકારે પૂર્વ તરફ ધ્યાન આપ્યું છે, તેનું એ જ પ્રમાણ છે કે આપણે દરેક ક્ષેત્રમાં સાથે ચાલવાનું પ્રણ લીધું છે. જેટલા પણ દેશ આજના સમિટમાં ભાગ લઇ રહ્યા છે, તેમની સાથે અમારા ગાઢ સંબંધ તો છે જ. પરંતુ આસિયાનના સંબંધમાં પણ અમારુ પણ એટલું જ ગંભીર વલણ છે. આસિયાને વિશ્વને જણાવ્યું છે કે એકતા, એકાગ્રતાની સાથે કેવી રીતે આગળ વધી શકાય છે.
આજે સંપૂર્ણ એશિયા-પેસિફિક વિસ્તારને આંતરિક સહયોગની આશા છે. તેને હાસલ કરવા માટે અમે ASEAN તરફ જોઇએ છીએ અને ઉદ્દેશ્યને પૂર્ણ કરવામાં અત્યાર સુધી આ સંગઠને મહત્વની ભૂમિકા નિભાવી છે. આસિયાન કમ્યૂનિટી ભારતના પડોસી દેશ છે. આ દેશોની સાથે ઘણા વર્ષો પહેલાથી વ્યાપારિક, ધાર્મિક, સાંસ્કૃતિક, કલાત્મક અને પારંપરિક સંબંધો રહ્યા છે. સંવાદ દ્વારા એક બીજાને આગળ પણ લઇ ગયા છીએ. ઝડપથી વિકસતું ભારત અને આસિયાન એક-બીજાના મજબૂત ભાગીદાર બની શકે છે.
અમે બંને આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતાને બનાવવાના પક્ષમાં છીએ. આ સપનાને સાકાર કરવામાં અમે ઘણી હદ સુધી સફળ પણ રહ્યા છીએ. અમે એક મજબૂત ભાગીદારીની ઇંટ રાખી છે. પરંતુ અમે અમારી ક્ષમતાની તુલનામાં ઓછી સફળતા હાસલ કરી છે. ભારતમાં વિકાસ, ઓદ્યોગિકીકરણ અને વ્યાપારના નવા યુગની શરૂઆત થઇ છે. અમે હવે લુક ઇસ્ટ પોલિસીથી એક્ટ ઇસ્ટ પોલિસી તરફ આગળ વધી રહ્યા છીએ.
જુઓ તસવીરોમાં...
|
આસિયાન-ભારત સમિતમાં વડાપ્રધાન મોદી
12માં આસિયાન-ભારત સમિતમાં વડાપ્રધાન મોદીએ કર્યું સંબોધન

Click it and Unblock the Notifications