For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મેક્સિકોમાં ચમત્કાર: પ્લેન ક્રેશ, પરંતુ બધા જ યાત્રીઓ જીવિત

મેક્સિકોના દુરાંગો રાજ્યમાં મંગળવારે એરોમેક્સિકો પ્લેન ક્રેશ થઇ ગયું. હવે તેને ભગવાનનો ચમત્કાર માનો કે બીજું કઈ પરંતુ આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર 100 કરતા પણ વધારે મુસાફરો સુરક્ષિત છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

મેક્સિકોના દુરાંગો રાજ્યમાં મંગળવારે એરોમેક્સિકો પ્લેન ક્રેશ થઇ ગયું. હવે તેને ભગવાનનો ચમત્કાર માનો કે બીજું કઈ પરંતુ આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર 100 કરતા પણ વધારે મુસાફરો સુરક્ષિત છે. આ પ્લેન ટેક ઓફ કરતાની સાથે જ ક્રેશ થઇ ગયું હતું. આ દુર્ઘટનામાં' હજુ સુધી કોઈના પણ મરવાની ખબર નથી આવી. આ દુર્ઘટનામાં 85 લોકો ઘાયલ થયા છે, જેમાં 2 લોકોની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે. આ પ્લેન મેક્સિકો સીટી તરફ જઈ રહ્યું હતું. સરકારી અધિકારીઓ તરફથી આ દુર્ઘટના વિશે પુષ્ટિ કરવામાં આવી છે.

Aeromexico plane crash

ટેક ઓફ કરતાની સાથે જ ક્રેશ

દુરાંગો ગવર્નર જોસ રોસાસ આઈસપૂરો ટોરેસ ઘ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર એરોમેક્સિકો ફ્લાઈટ 2431 ઘ્વારા દુરાંગો રાજ્યના જનરલ ગુઆડાલુંપે વિક્ટોરિયા ઇન્ટરનેશનલ એરપોર્ટ થી મંગળવારે બપોરે ટેક ઓફ કર્યું હતું. દુરાંગો ગવર્નર જોસ રોસાસ ઘ્વારા જાણકારી આપવામાં આવી છે કે આ દુર્ઘટનામાં કોઈની પણ મૌત નથી થયી. શરૂઆતી રિપોર્ટમાં ક્રેશ પાછળ ખરાબ હવામાનને જવાબદાર ગણવામાં આવી રહ્યું હતું. આ જેટમાં 97 યાત્રીઓ અને 4 ફ્લાઇટ મેમ્બર સવાર હતા. મેક્સિકો સ્થાનીય સમય અનુસાર આ ફ્લાઈટ મંગળવારે સાંજે ચાર વાગ્યે ક્રેશ થયી. સિવિલ પ્રોટેક્શન એજેન્સી પ્રવક્તા અલ્જેદ્રો કારદોજા ઘ્વારા જણાવવામાં આવ્યું કે પ્લેન ટેક ઓફ કરતા જ 10 કિલોમીટર દૂર એમેરજેન્સી લેન્ડિંગ કરવી પડી.

English summary
Aeromexico plane with 100 people on board crashes in Mexico's Durango state
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X