અફઘાનિસ્તાન: કાબુલમાં આત્મઘાતી હુમલો, 3ના મોત 1 ઘાયલ

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં સોમવારે સવારે એક આત્મઘાતી હુમલો થયો હતો. જેમાં ત્રણ લોકોના મોત અને એક વ્યક્તિ ઘાયલ થઈ હતી.

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં સોમવારે સવારે એક આત્મઘાતી હુમલો થયો હતો. જેમાં ત્રણ લોકોના મોત અને એક વ્યક્તિ ઘાયલ થઈ હતી. આ હુમલો કાબુલના અફઘાન નેશનલ ઇન્ટેલિજન્સી કમ્પાઉન્ડની એકદમ નજીક થયો હતો. સરકારી અધિકારીઓ અનુસાર, આંતકવાદીઓએ અફઘાન નેશનલ ઇન્ટેલિજન્સીને નિશાનો બનાવવાનો પ્રયત્ન કર્યો હતો. આ હુમલો સેન્ટરની બહાર ઊભેલા એક વ્યક્તિએ પોતાને બોમ્બથી ઉડાવી દીધુ હતું. થોડા દિવસો પહેલા જ આઇએસએ અફઘાનિસ્તાનના નેશનલ ડાયરેક્ટોરેટના સિક્યોરિટી સેન્ટરને ઉડાડવાનો પ્રયત્ન કર્યો હતો.

News

ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી આંતકવાદીઓ અફઘાનિસ્તાનની સિક્યોરિટી ફોર્સ અને આર્મી કેમ્પને નિશાનો બનાવી રહ્યાં છે. આ ધમાકા પછી સરકારે મૃત્યુ પામેલ અને ઘાયલ વ્યક્તિની જાણકારી આપી હતી અને વધુમાં જણાવ્યું હતું કે, હજી સુધી કોઈ પણ આંતકવાદી સંગઠને આ હુમલાની જવાબદારી નથી સ્વીકારી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X