For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અફઘાનિસ્તાનઃ કાબુલમાં બે આત્મઘાતી હુમલામાં 20 ના મોત, 30 ઘાયલ

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ ફરી એક વાર બોમ્બ ધમાકાથી હચમચી ઉઠ્યુ છે. કાબુલ શહેરના શાશદારાકમાં એનડીએસ ઓફિસ પાસે બે આત્મઘાતી બોમ્બ ધમાકા થયા જેમાં 20 લોકોના મોતના સમાચાર છે અને 30 લોકો ઘાયલ થયા છે.

|
Google Oneindia Gujarati News

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ ફરી એક વાર બોમ્બ ધમાકાથી હચમચી ઉઠ્યુ છે. કાબુલ શહેરના શાશદારાકમાં એનડીએસ ઓફિસ પાસે બે આત્મઘાતી બોમ્બ ધમાકા થયા જેમાં 20 લોકોના મોતના સમાચાર છે અને 30 લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં મીડિયાકર્મીઓની સંખ્યા વધુ છે. પોલિસ અધિકારીઓએ જણાવ્યું કે શહેરના કેન્દ્રમાં પહેલા એક ધમાકો થયો અને તેની થોડીક મિનિટો બાદ બીજો બ્લાસ્ટ પણ થયો જેમાં ઘણા પત્રકારો પણ ઘાયલ થયા. પોલિસ અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ધમાકામાં મૃતકોની સંખ્યા હજુ વધી શકે છે.

kabul terror attack

કાબુલમાં સોમવારે સવારે બે આત્મઘાતી હુમલા થયા જેમાંથી એક મોટરસાઈકલ પર આવેલા એક શખ્સે પોતાને બોમ્બથી ઉડાવી દીધો. કાબુલમાં બંને બોમ્બ ધડાકા સવારે લગભગ 7.45 વાગે થયા છે. આ હુમલામાં ત્રણ પોલિસ કર્મી ઘાયલ થયા છે. આ ધમાકામાં ન્યૂઝ એજન્સી એએફપીના ફોટો જર્નાલીસ્ટનું મોત નીપજ્યું છે.

આ ધમાકામાં પશ્ચિમી નાગશહેરમાં બેહસૂદ જિલ્લાના ક્રાઈમ ઈન્વેસ્ટીગેશન ડિપાર્ટમેન્ટ પ્રમુખના મોતની પણ પુષ્ટિ થઈ છે. તમને જણાવી દઈએ કે પોલિસ અને કેટલાક પત્રકારો પહેલા ધમાકા બાદ ઘટના સ્થળ પર ઉભા હતા ત્યારે જ બીજો ધમાકો પણ થયો. હજુ સુધી કોઈ પણ આતંકી સંગઠને આ ધમાકાની જવાબદારી લીધી નથી.

English summary
afghanistan explosion hits shashdarak area kabul city 5 killed several injured
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X